આઠ મહિનાના પુત્રનું નામ રાખ્યું ગુગલ, મળ્યો સૌથી તાકતવર નામનો એવોર્ડ

July 01, 2019
 538
આઠ મહિનાના પુત્રનું નામ રાખ્યું ગુગલ, મળ્યો સૌથી તાકતવર નામનો એવોર્ડ

ઇન્ડોનેશિયામાં એક દંપતિએ પોતાના બાળકનું નામ ગુગલ રાખ્યું છે. બાળકનું આ નામ આપતા જ તેમના માતા-પિતાનો લોકો મજાક ઉડાવવા લાગ્યા હતા. ૮ મહિનાના બાળક ગુગલને હવે દુનિયાનું સૌથી ‘તાકતવર’ નામનું ટાઈટલ મળ્યું છે. બાળકના આ નામને વર્લ્ડસ સ્ટ્રોન્ગેસ્ટ નેમ બતાવવામાં આવી રહ્યું છે. ઇન્ડોનેશિયાની રહેનારી એન્ડી સુપુત્રા ૮ મહિના પહેલા પિતા બની હતી. તે હંમેશા ઈચ્છતી હતી કે, તેમના બાળકનું નામ બધાથી અલગ હોય. બાળકના જન્મ પહેલા અને જન્મ લીધા બાદ તેમને ઘણા લોકોએ પાસેથી નામ રાખવા માટે મદદ લીધી પરંતુ તેમને કોઈ નામ પસંદ આવ્યું નહોતું. એન્ડીએ કુરાનની પણ મદદ લીધી પરંતુ તેમાંથી પણ કોઈ નામ તેમને યોગ્ય લાગ્યું નહીં. તેમને સૌથી અંતમાં નિણર્ય લીધો કે, તે ટેકનોલોજી પર પોતાના બાળકનું નામ રાખશે.

ટેકનોલોજીનું વિચારી તેમને વિન્ડોઝ, આઈફોન, માઈક્રોસોફ્ટ અને આઈઓએસ જેવા નામ વિચાર્યા પરંતુ અંતમાં તે એક જ નામ પર આવી રોકાયા અને તે ગુગલ હતું. ગુગલ નામ રાખવા પાછળ એન્ડીએ જણાવ્યું હતું કે, બાળકનું નામ ગુગલ રાખવાનું કારણ એ છે કે, આ શબ્દ દુનિયામાં ખુબ જ પ્રખ્યાત છે, તેની સાથે જ આ નામની દરેકને જાણ છે.” એન્ડીનું કહેવું છે, ગુગલ નામ દુનિયાભરમાં સેંકડો વખત લખવામાં આવે છે. આ કારણે તેમને પોતાના બાળકનું નામ ગુગલ રાખ્યું છે.

ગુગલના માતા-પિતા તેમને લીડર બનાવવા માંગે છે. તેમનું કહેવું છે કે, ગુગલની જેમ તેમનો પુત્ર દરેકની મદદ કરે અને લોકોના કામે આવે. તેમનું કહેવું છે કે, શરૂઆતમાં જયારે તે તેમના પુત્રનું નામ કોઈને બતાવતા હતા તો લોકો તેમનો મજાક ઉડાવતા હતા. ગુગલના પિતા એન્ડીનું કહેવું છે કે, તે પોતાના પુત્રના નામના આગળ કોઈ બીજું નામ લગાવવા ઈચ્છતા નથી આવું કરવાથી તેમના પુત્રની તાકાત સમાપ્ત થઈ જશે.

Share: