ગુગલ ક્રોમને ટક્કર આપશે આ બ્રાઉઝર

July 01, 2019
 599
ગુગલ ક્રોમને ટક્કર આપશે આ બ્રાઉઝર

ગુગલ ક્રોમને ભારતમાં ટક્કર આપવા માટે બ્રેવ બ્રાઉઝરને લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ બ્રાઉઝરની ખાસિયત છે કે, આ થર્ડ પાર્ટી એડ્સ અને કુકીઝને ઑટોમેટિકલી બ્લોક કરી નાખે છે, જ્યારે તેને નવા એડવર્ટાઇઝિંગ મોડેલ હેઠળ બનાવવામાં આવ્યું છે.

તમને જાણીને હેરાની થશે કે, આ બ્રાઉઝરમાં દેખાઈ રહેલી એડ્સ પર ક્લિક કરવા પુર યુઝર્સને પૈસા પણ મળશે. કંપનીનો દાવો છે કે, તે એડ દેખનાર યુઝર્સને રેવન્યુનો ૭૦ ટકા ભાગ આપશે, જયારે ૩૦ ટકા બ્રાઉઝરના ડેવલપર્સના ભાગમાં જશે,

રિપોર્ટ મુજબ કંપનીએ પાર્ટિસિપેટિંગ યુઝર્સને આ વર્ષે ૬૦ થી ૭૦ ડોલર સુધી કમાવવાની તક આપી છે. જયારે ૨૦૨૦ માં તે તક ૨૨૪ ડોલર સુધી હોવાની સંભાવનાઓ છે. કંપનીએ પોતાની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, આ બ્રાઉઝરમાં બતાવવામાં આવનારી એડ્સ દ્વ્રારા અમે ઓનલાઈન એડવર્ટાઇઝિંગ સિસ્ટમને સંપૂર્ણ રીતે બદલીને રાખી દેશે.

બ્રેવ બ્રાઉઝરે પોતાની સ્પીડ, સિક્યોર બ્રાઉજિંગ અને ક્વિક નેવિગેશનને લઈને ૨૦૦ કરોડ યુઝર્સ વાળા ગુગલ ક્રોમ બ્રાઉઝરને ટક્કર આપવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે, બ્રેવ બ્રાઉઝરને સૌથી પહેલા વર્ષ ૨૦૧૮ માં આઈઓએસ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ તેને એન્ડ્રોઇડ સિવાય મેકઓએસ, વિન્ડોઝ અને Linuz ઓપરેટિંગ સિસ્ટમ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બ્રેવ બ્રાઉઝરની વેબસાઈટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ક્રોમની સરખામણીમાં ડેસ્કટોપ પર ડબલ અને મોબાઈલ પર આઠ ઘણી ઝડપથી કામ કરે છે.

આ બ્રાઉઝરની એક બીજી ખાસિયત છે કે, તેમને સર્વર યુઝર્સના બ્રાઉઝીંગ ડેટાનો સ્ટોર કરશે નહી. જયારે યુઝર્સને પ્રાઈવેસી સેટિંગ્સનો કસ્ટમાઈઝ કરવાનો પણ ઓપ્શન મળે છે.

Share: