વ્હોટ્સએપે એન્ડ્રોઇડ યુઝર્સ માટે જાહેર કર્યું આ ખાસ ફિચર

December 18, 2018
 767
વ્હોટ્સએપે એન્ડ્રોઇડ યુઝર્સ માટે જાહેર કર્યું આ ખાસ ફિચર

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપે એન્ડ્રોઇડ યુઝર્સ માટે ફિક્ચર-ઇન-પિક્ચર (PIP) ફિચરને ઉપલબ્ધ કરાવી દીધું છે. આ ફીચરની મદદથી એપમાં જ એક નાનો વિન્ડો ઓપન થશે જેમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટયુબના વિડિયોઝ જોઈ શકાશે. એટલે જો તમે વ્હોટ્સએપ પર કોઇથી વાત કરી રહ્યા છો અને તમે વિડીયો પણ જોવા ઈચ્છો છો તો તમે ચેટ વિન્ડોથી બહાર આવવાની જરૂરત નહિ હોય. આ નવા અપડેટને ગૂગલ પળે સ્ટોર દ્વ્રારા રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે અને તેનો વર્ઝન નંબર ૨.૧૮.૨૮૦ છે. તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર મહિનામાં પિક્ચર-ઇન-પિક્ચર (PIP) ફિચરને એન્ડ્રોઇડ બીટા એપ માટે જાહેર કરવામાં આવ્યું હતું.

જયારે કંપની પોતાના યુઝર્સને વધુ સારી સુવિધા આપવા માટે પોતાની એપમાં ઘણા નવા ફિચર્સ સામેલ કરી રહી છે જેમાં કંપનીએ આઈફોન એપ માટે ગ્રુપ કોલિંગ બટનને જોડ્યું છે. આ ફિચર બાદ તમે એપમાંથી કોલ કરો તે પહેલા તમે જેની સાથે વાત કરવા માંગો છો તેને એડ કરી શકશો. આશા છે કે, આ ફિચર એન્ડ્રોઇડ પ્લેટફોર્મ યુઝર્સ માટે પણ જલ્દી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, દુનિયાભરમાં આ સમયે મોટી સંખ્યામાં લોકો દ્વ્રારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સનો ઉપયોગ કરવામાં આવે છે, એવામાં જોવાનું રહેશે કે, આ નવા ફિચરને યુઝર્સથી કેવી પ્રતિક્રિયા મળશે.

Share: