પંજાબમાં જિયોનો દબદબો બરકરાર, એપ્રિલમાં પણ જોડાયા સૌથી વધુ ગ્રાહક : ટ્રાઈ

July 03, 2019
 568
પંજાબમાં જિયોનો દબદબો બરકરાર, એપ્રિલમાં પણ જોડાયા સૌથી વધુ ગ્રાહક : ટ્રાઈ

રિલાયન્સ જિયો ૧.૨૨ કરોડ ગ્રાહકોની સાથે સૌથી વધુ ગ્રાહકો સાથે પંજાબમાં માર્કેટ લીડર બન્યું છે અને દરમહિને ગ્રાહકો વધી રહ્યા છે. ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટર ઓથોરિટી (ટ્રાઈ) દ્વારા રજૂ કરાયેલા નવીનતમ દૂરસંચાર સબસ્ક્રીપ્શન આંકડા મુજબ જિયો સતત પંજાબમાં પોતાનો દબદબો બનાવેલો છે.

પંજાબમાં પોતાના સૌથી મોટા ૨જી અને ૪જી નેટવર્કના કારણે રાજ્યના યુવાઓ અને વિશેષ રૂપથી ગ્રામીણ ક્ષેત્રોમાં જિયોફોનની સફળતાની સાથે મોટી સંખ્યામાં અપનાવવાથી જિયોએ એપ્રિલ મહિનામાં જ ૧.૫૦ લાખ નવા ગ્રાહક જોડ્યા છે. જયારે એરટેલે આ દરમિયાન ૭૨,૦૦૦ ગ્રાહકો ગુમાવ્યા છે. વોડાફોને આઈડિયાએ આ દરમિયાન એપ્રિલ મહિનામાં પંજાબ સર્કલમાં ૩૩,૦૦૦ અને બીએસએનએલે ૨૦,૦૦૦ નવા ગ્રાહક પોત-પોતાના નેટવર્કમાં જોડ્યા છે. પંજાબ સર્કલમાં પંજાબની સાથે ચંદીગઢ અને પંચફૂલા પણ સામેલ છે.

ટ્રાઈની રિપોર્ટ અનુસાર ૩૦ એપ્રિલ સુધી જિયો પંજાબમાં ૧.૨૨ કરોડ ગ્રાહકોની સાથે સૌથી મનપસંદ અને અગ્રણી ટેલિકોમ ઓપરેટર છે, ત્યાર બાદ વોડાફોન આઈડિયા ૧.૦૯ કરોડ ગ્રાહકોની સાથે બીજા નંબર પર, ૧ કરોડ ગ્રાહકોની સાથે એરટેલ ત્રીજા નંબર પર અને બીએસએનએલ ૫૫ લાખ ગ્રાહકોની સાથે ચોથા નંબર પર છે.

ટ્રાઈની નવીનતમ રિપોર્ટસ અનુસાર જિયો હવે પંજાબમાં વ્યાપકરીતે માર્કેટ લીડર છે, જેની પાસે ટેલીકોમ પ્રદર્શન એટલે કે રેવન્યુ માર્કેટ શેર (આર.એમ.એસ) અને કસ્ટમર માર્કેટ શેર (સી.એમ.એસ) બંનેમાં પ્રમુખ માપદંડોમાં ટોપ સ્થાન છે. કંપની અનુસાર પંજાબમાં જિયોના ઝડપી વિકાસમાં એક પ્રમુખ કારણ તેમનું મજબૂત અને સૌથી મોટું ૨જી અને ૪જી નેટવર્ક છે.

Share: