વર્લ્ડ કપમાં આજે વેસ્ટ ઇન્ડીઝ સામે અફઘાનિસ્તાનનો પડકાર

July 04, 2019
 220
વર્લ્ડ કપમાં આજે વેસ્ટ ઇન્ડીઝ સામે અફઘાનિસ્તાનનો પડકાર

સેમીફાઈનલની રેસથી બહાર થઈ ચુકેલી બંને ટીમ જ્યારે ગુરુવારે લીડ્સના મેદાન પર ઉતરશે તો અફઘાનિસ્તાનની નજર વર્લ્ડ કપમાં જીત પ્રાપ્ત કરવા પર રહેલી હશે જયારે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રતિષ્ઠા માટે રમશે. અફઘાનિસ્તાને વેસ્ટ ઇન્ડીઝની સ્ટારથી સજેલી ટીમને છેલ્લા વર્ષે હરારેમાં રમાયેલ વર્લ્ડ કપ ક્વોલીફાઈરમાં બે વખત હરાવ્યું હતું જેમાં ક્રીસ ગેલ, કાર્લોસ બ્રેઈથવેઈટ અને શાઈ હોપ સામેલ હતા.

હવે વર્લ્ડ કપમાં કેટલીક મોટી ટીમો સામે શાનદાર પ્રદર્શન બાદ અફઘાનિસ્તાનને ઘણી વખત સાબિત કર્યું છે કે, તેને હવે કમજોર ટીમ કહેવામાં આવી શકે નહીં. તેમને ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી મજબૂત ટીમોને ઘણી ટક્કર આપી દીધી હતી. આ બધી ટીમો અફઘાનિસ્તાનના આક્રમક બોલિંગ આક્રમણસામે લાચાર જોવા મળી જેમાં મોહમ્મદ નબી, મુજીબ ઉર રહેમાન અને રાશીદ ખાન સામેલ છે.

વેસ્ટ ઇન્ડીઝ માટે આ ટુર્નામેન્ટમાં ત્રીજી વખત થયું જ્યારે તે જીતના નજીક પહોંચી અને હારી ગઈ હતી. સોમવારે શ્રીલંકા સામેની મેચ પહેલા તે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવવાની તક મળી અને ન્યુઝીલેન્ડ સામે કાર્લોસ બ્રેઈથવેઇટ મેચ વિજયી સિક્સર ફટકારવાથી ચુકી ગયા હતા.

વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે સ્ર્હીલ્મ્કાથી હરાવ્યા બાદ જણાવ્યું છે કે, “આ જોવું નિરાશાજનક છે કે, ઘણી મેચોમાં જીતના નજીક પહોંચી જીત પ્રાપ્ત થઈ નહી.” બંને ટીમો સેમીફાઈનલની રેસથી બહાર થઈ ચુકી છે અને અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં નીચલા જ્યારે વેસ્ટ ઇન્ડીઝ તેમનાથી એક સ્થાન ઉપર છે.

ટીમ આ પ્રકાર છે :

વેસ્ટ ઇન્ડીઝ ટીમ : જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રીસ ગેલ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, કાર્લોસ બેઈથવેઇટ, શેલ્ડન કોટરેલ, ઓશેન થોમસ, કેમાર રોચ, એશ્લે નર્સ, નિકોલસ પૂરન, સુનીલ એમ્બ્રીસ, એવિન લુઈસ, શેનોન ગ્રેબીયલ, ડેરેન બ્રાવો, કેબીયેન એલેન.

અફઘાનિસ્તાન ટીમ : ગુલાબદ્દીન નાયબ (કેપ્ટન), સઈદ અહેમદ શીરજાદ, હજરતુલ્લાહ જ્જાઈ, અસગર અફઘાન, રાશીદ ખાન, મોહમ્મદ નબી, મુજીબ ઉર રહેમાન, દૌલત જાદરાન, નજીબુલ્લાહ જાદરાન, હશમતુલ્લાહ શાહીદી, સમીઉલ્લાહ શીનવારી, રહમત શાહ, નુર અલી જાદરાન અને ઇકરામ અલીખીલી.

Share: