સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ નું ટીઝર રીલીઝ

July 04, 2019
 776
સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ નું ટીઝર રીલીઝ

છેલ્લા ઘણા વર્ષોથી બોલીવુડમાં રીમેક ફિલ્મોનો ફેશન ચાલી રહ્યો છે. તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ કબીર સિંહ તેલુગુ ભાષામાં બનેલી અર્જુન રેડ્ડીની ઓફીશીયલ રીમેક હતી. શાહિદ કપૂર અને કિયારા અડવાણી સ્ટારર આ ફિલ્મે ૧૨ દિવસની અંદર જ તહલકો મચાવો દીધો છે. આ દરમિયાન વર્ષ ૨૦૧૦ માં રીલીઝ થયેલી શાનદાર તેલુગુ ફિલ્મ પ્રસ્થાનમની હિન્દી રીમેકનું ટીઝર પણ સામે આવી ચુક્યું છે. ફિલ્મમાં સંજય દત્ત, મનીષા કોઈરાલા, જૈકી શ્રોફ, ચંકી પાંડે, અમાયરા દસ્તુર, ચંકી પાંડે અને અલી ફજલ જેવા સ્ટાર્સ છે.

ફિલ્મના ઓરીજનલ પાર્ટને દેવા કટ્ટાએ નિર્દેશિત કર્યું હતું અને રસપ્રદ વાત એ છે કે, ફિલ્મના હિન્દી રીમેકને પણ તે જ બનાવશે, આ દિવસોમાં મુંબઈમાં આ ફિલ્મી શુટિંગ ચાલી રહી છે અને નવા ટીઝર સાથે જ નિર્માતાઓએ ખુલાસો કરી દીધો કે, આખરે સંજય દત્તની આ મચ એવેટેડ ફિલ્મ ક્યા દિવસે રીલીઝ થશે? નવા ટીઝર મુજબ ફિલ્મ પ્રસ્થાનમ આ વર્ષે ૨૦ સપ્ટેમ્બરના દિવસે સિનેમાઘરોમાં એન્ટ્રી કરશે.

તમને જણાવી દઈએ કે, ટીઝરને સંજયે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. સામે આવેલ આ ટીઝરમાં સંજયે વોઈસ ઓવર કર્યું છે. સંજય વિડીયોમાં બોલતા જોવા મળી રહ્યા છે કે, હક આપશો તો રામાયણ શરૂ થશે....છીનવી લેશો તો મહાભારત.

છેલ્લી વખત ફિલ્મ કલંકમાં જોવા મળી ચુકેલા સંજય દત્ત આ ફિલ્મને ઘણા ઉત્સાહિત છે. થોડા અઠવાડિયા પહેલા જ આ ફિલ્મનું ઓફીશીયલ પોસ્ટર રીલીઝ થયું હતું, જેમાં સંજય એથનીક અવતારમાં જોવા મળી રહ્યા હતા.

આ ફિલ્મના વિશેમાં વાત કરતા દેવાએ જણાવ્યું હતું કે, ‘સંજયને આ પ્રોજેક્ટ ઘણો પસંદ આવ્યો. આ દરમિયાન તે જેલ ચાલ્યા ગયા અને જેવા જ તરત ફર્યા તો તેમને આ ફિલ્મને કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેવી રીતે તે આ પ્રોજેક્ટમાં રસ લઇ રહ્યા હતા, મને પણ ઘણું સારુ લાગ્યું.” તેમ છતાં તે કમેન્ટબોક્સમાં બતાવ્યું કે, તમને પ્રસ્થાનમનું ટીઝર કેવું લાગ્યું?

Share: