એપ્પલનો મોટો ખુલાસો, ઘણા દેશોની સરકારોએ બિનકાયદેસર એપને દુર કરવાનો કર્યો આગ્રહ

July 04, 2019
 425
એપ્પલનો મોટો ખુલાસો, ઘણા દેશોની સરકારોએ બિનકાયદેસર એપને દુર કરવાનો કર્યો આગ્રહ

દુનિયાભરના ઘણા દેશોની સરકારોએ એપ્પલથી આગ્રહ કર્યો છે કે, કંપની એપ સ્ટોરથી ગેરકાનૂની કન્ટેન્ટ વાળી એપ્સને જલ્દી દુર કરી નાખશે. એપ્પ્લે ખુલાસો કર્યો છે કે, જુલાઈ-ડીસેમ્બર ૨૦૧૮ ની રિપોર્ટમાં તેમની પાસે ૭૭૦ એપ્સને દુર કરવા માટે ૧૧ દેશોથી ૮૦ અરજી આવી છે અને તેને ગેરકાયદેસર કન્ટેન્ટ વાળી ૬૩૪ એપ્સને દુર પણ કરી દીધી છે.એપ્પ્લે જણાવ્યું છે કે, એપ્સ દુર કરવાની સૌથી વધુ અરજી ચીનથી આવી છે.

એપ્સ દુર કરવાની અરજી કરનાર અન્ય દેશ

એપ્સ દુર કરવાની માંગણી કરનાર અન્ય દેશોમાં સાઉદી અરબ, તુર્કી અને લેબનાન પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, ચીની માર્કેટ માટે આઈફોનના સ્પેશલ વર્ઝન પર કામ કરી રહી છે. તેમાં કંપની હુવાવે, ઓપ્પો અને વિવો સહિત બીજી બ્રાન્ડ્સના સ્માર્ટફોન ખરીદનાર યુઝર્સને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરવા ઈચ્છે છે.

Share: