ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ ખરીદી ૬.૬ કરોડની કાર

July 04, 2019
 280
ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ ખરીદી ૬.૬ કરોડની કાર

પોર્ટુગલના પ્રખ્યાત ફૂટબૉલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ પોતાના સ્પોર્ટ્સ કારોના કલેક્શનમાં એક વધુ શાનદાર કર મેકલેરેન સેનાને જોડી લીધી છે. આ કારની કિંમત ૬.૬ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે અને તેનું નામ બ્રાઝીલના પ્રખ્યાત એફ-૧ ચાલક એટરિયન સેનાના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ કારની ટોપ સ્પીડ ૩૩૫ કિલોમીટર પ્રતિ કલાક છે. કાર માત્ર ૨.૮ સેકેંડમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

મેકલેરેન સેનાની આ નવી કાર લીમીટેડ એડીશન છે અને મેકલેરેન અલ્ટીમેટ સીરીઝમાં આવૃત્તિ છે. ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આ કાર એક કૃપ સ્ટાઈલની છે.

આ કારનું સૌ પ્રથમ અનાવરણ ડીસેમ્બર ૨૦૧૭ માં કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ૨૦૧૮ માં જેનેવામાં થયેલ મોટર શોમાં તેને સત્તાવર રીતે લોન્ચ કરવામાં આવી હતી.

રોનાલ્ડો કારના શોખીન છે. તેમની પાસે લમ્બાર્ગિની, ફેરારી, રોલ્સ રોયસ, એસ્ટન માર્ટિન, બીએમડબલ્યુ, ઓડી અને મર્સિડીઝ બેન્ઝ જેવા મોંઘી કાર છે.

તેમાં ૪ લીટર વી ૮ પેટ્રોલ એન્જિન છે જે જુડવા ટર્બોચાર્જર આપે છે. આ કારનું એન્જિન ૭,૨૫૦ આઈપીએલ પર ૮૦૦ પીએસનો પાવર અને ૫,૫૦૦ આરપીએમ પર ૮૦૦ એનએમનો પીંક ટોર્ક જનરેટ કરે છે. આ સુપર કારમાં ટ્રાન્સમિશન માટે ૭ સ્પીડ ટ્વીન ક્લચ ઓટોમેટીક ગીયરબોક્સ આપવામાં આવ્યો છે. કારનો વજન માત્ર ૧,૧૯૮ કિલોગ્રામ છે.

Share: