હિમા દાસે પોલેન્ડમાં જીત્યું ગોલ્ડ મેડલ

July 05, 2019
 253
હિમા દાસે પોલેન્ડમાં જીત્યું ગોલ્ડ મેડલ

ભારતની દોડવીર હિમા દાસે પોલેન્ડમાં પોજનાન એથલેટિક્સ ગ્રાં પ્રીમાં મહિલાઓની ૨૦૦ મીટર રેસનું ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું. હિમાં દાસે ૨૩.૬૫ સેકેન્ડમાં આ રેસ જીતી હતી. છેલ્લા કેટલાક મહિનાથી પીઠના દુઃખાવાથી પરેશાન હિમા દાસે આ વર્ષે પ્રથમ વખત કોઈ પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો. આ રેસમાં ભારતના જ વિકે વિસમાયા ત્રીજા સ્થાન પર રહી હતી. તેમને ૨૩.૭૫ સેકેન્ડનો સમય નીકાળી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું હતું.

પુરુષોની ૨૦૦ મીટર રેસમાં મોહમ્મદ અનસે ૨૦.૭૫ સેકેન્ડનો સમય લઈને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમને બ્રોન્ઝથી સંતોષ કરવો પડ્યો હતો. પુરુષોની જ ૪૦૦ મીટર રેસમાં કે.એસ જીવને બ્રોઝન મેડલ જીત્યું હતું. તેમને ૪૭.૨૫ સેકેન્ડનો સમય લીધો હતો. શોટપુટમાં તજિન્દરપાલ સિંહ તુરે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું. એશિયન ચેમ્પિયન તજિન્દરપાલ સિંહ તુરેએ ૧૯.૬૨ સેકેન્ડનો સમય લીધો હતો.

હિમા દાસના ગોલ્ડ જીતવા પર અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે તેમને શુભેચ્છા પાઠવી હતી. સોનોવાલે જણાવ્યું હતું કે, અસમની આ યુવા ખેલાડીએ પોતાની યાદીમાં એક વધુ સિદ્ધી જોડી લીધી છે. હિમા દાસની ઉપલબ્ધિઓએ રાજ્યના ઉભરતા ખેલાડીઓને પ્રેરિત કરે છે.” સોનોવાલે હિમાની સાથે-સાથે અન્ય વિજેતાઓને પણ શુભેચ્છા પાઠવી છે.

Share: