બીસીસીઆઈએ ૨૦૧૯-૨૦ નો ઘરેલું ક્રિકેટ કાર્યક્રમ કર્યો જાહેર

July 05, 2019
 270
બીસીસીઆઈએ ૨૦૧૯-૨૦ નો ઘરેલું ક્રિકેટ કાર્યક્રમ કર્યો જાહેર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ૨૦૧૯-૨૦ સીઝન માટે ઘરેલું ક્રિકેટ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. સીઝન દરમિયાન પુરુષો અને મહિલાઓને મળી કુલ ૨૦૩૬ ઘરેલું મેચ હશે. સીઝનની શરૂઆત ઓગસ્ટમાં દુલીપ ટ્રોફીની મેચથી થશે. દુલીપ ટ્રોફીની મેચ ૧૭ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી રમાશે.

રણજી ટ્રોફીની લીગ મેચ ૯ ડીસેમ્બરથી શરુ થશે, જો કે ૧૪ ફ્રેબુઆરી સુધી ચાલશે. ૧૯ ફ્રેબુઆરીથી નોકઆઉટ સ્ટેજની મેચ શરૂ થશે. ટુર્નામેન્ટની સમાપ્તી ૧૩ માર્ચના થશે. રણજી ટ્રોફીનું ફોર્મેટ છેલ્લી સીઝનની જેમ જ રાખવામાં આવ્યું છે. તેમાં પ્લેટ ગ્રુપમાં ટોપ પર રહેનારી ટીમ આગામી સીઝનમાં એલીટ ગ્રુપ સીના ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલીફાઈ કરશે. જયારે, એલીટ ગ્રુપ સીમાં ટોપ પર રહેનારી બે ટીમ આગામી સીઝનમાં એલીટ ગ્રુપ એ અને એલીટ ગ્રુપ બી ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલીફાઈ કરશે. રણજી ટ્રોફી બાદ ૧૮ માર્ચથી ૨૨ માર્ચ સુધી ઈરાની ટ્રોફીની મેચ રમાશે.

મહિલાઓની મેચ ૧૪ ઓક્ટોબરથી શરૂ થશે, જો કે ૩૦ માર્ચના સમાપ્ત થશે. આ દરમિયાન સીનીયર વુમન્સ ટી-૨૦ લીગ, સીનીયર વુમન્સ ટી-૨૦ ચેલેન્જર ટ્રોફી, સીનીયર વુમન્સ વનડે લીગ અને સીનીયર વુમન્સ વનડે ચેલેન્જર ટ્રોફીની પણ મેચ રમાશે. સીનીયર મહિલાઓની મેચ ૩૦ માર્ચ સુધી રમાશે.

Share: