અમરનાથ યાત્રીઓ માટે જિયોએ લોન્ચ કર્યો ૧૦૨ રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન

July 05, 2019
 636
અમરનાથ યાત્રીઓ માટે જિયોએ લોન્ચ કર્યો ૧૦૨ રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન

અમરનાથ યાત્રીઓ માટે જમ્મુ-કશ્મીરમાં રિલાયન્સ જિયોએ ૧૦૨ રૂપિયા વાળો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કરી દીધો છે. આ પ્લાનની વેલીડીટી ૭ દિવસની છે, જેમાં યુઝર્સને અનલીમીટેડ વોસી કોલિંગ, દરરોજ ૧૦૦ એસએમએસ અને ૫૦ એમબી હાઈ-સ્પીડ ડેટા ઉપયોગ કરવા મળશે. આ પ્રીપેડ પ્લાનને ખાસ તરીકે અમરનાથ યાત્રા પર જનાર તીર્થયાત્રીઓ માટે લાવવામાં આવ્યો છે. પરંતુ ધ્યાનમાં રહે કે, આ પ્લાનમાં યુઝર્સને જિયો એપ્સના એક્સેસ મળશે નહીં. એટલે યુઝર્સ જિયો સિનેમા, જિયો ટીવી અને જિયોની બાકી સર્વિસનો ઉપયોગ કરી શકશે નહીં.

તમને જણાવી દઈએ કે, જમ્મુ કશ્મીરમાં પ્રીપેડ સબ્સક્રાઈબર્સ માટે રોમિંગ સુવિધા પર રોક લાગી ગઈ છે આ કારણ છે કે, અમરનાથ યાત્રા પર પહોંચેલા શ્રદ્ધાળુઓને ઘણી હેરાની થાય છે. એવામાં રિલાયન્સ જિયોએ અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે આ ખાસ પ્લાન લોન્ચ કર્યો છે જેથી તે યાત્રા દરમિયાન પોતાના પરિવારથી જોડાઈ રહે.

Share: