પત્ની અને સાથી ખેલાડીઓ સાથે ધોનીએ મનાવ્યો જન્મ દિવસ, આઈસીસીએ શેર કર્યો વખાણ કરતો વિડીયો

July 07, 2019
 989
પત્ની અને સાથી ખેલાડીઓ સાથે ધોનીએ મનાવ્યો જન્મ દિવસ, આઈસીસીએ શેર કર્યો વખાણ કરતો વિડીયો

ટીમ ઇન્ડિયાને ત્રણ આંતરરાષ્ટ્રીય ખિતાબ અપાવનારા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો આજે ૩૮ મો જન્મ દિવસ છે. આ પ્રસંગે ધોનીએ કેદાર જાદવ, હાર્દિક પંડ્યા સહિત ટીમ ઇન્ડિયાના અનેક ખેલાડીઓ સાથે પોતાનો બર્થ ડેની ઉજવણી કરી હતી.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા તેમના યોગદાન અને શાનદાર કેરિયરની પ્રશંસા કરતા આઈસીસીએ ટ્વીટર પર માહીની ઉપલબ્ધિઓને લઈને એક વિડીયો પર શેર કર્યો છે. આ વિડીયોની કેપ્શનમાં લખ્યું છે કે એક એવું નામ કે જેને ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાંખ્યો છે. એક એવું નામ કે જે દુનિયામા લાખો લોકોને પ્રેરિત કરે છે, એક એવું નામ કે જે વિવાદોથી દુર રહ્યું છે. મહેન્દ્રસિંહ ઘોની માત્ર નામ નથી. આ વિડીયોમા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ઉપરાંત અન્ય દેશોના ખેલાડીઓ પણ તેમના વિશે વાત કરી રહ્યા છે.

વિડીયોમા કેપ્ટન કોહલીએ કહ્યું છે કે તમે બહાર જેવા દેખાવ છો તેવા નથી. તે હંમેશા શાંત એકાગ્ર રહે છે. તેમની જોડે અનેક વસ્તુઓ શીખી શકાય છે. તે મારા કેપ્ટન છે અને હંમેશા રહેશે. એક બીજાને લઈને અમારી સમજ કમાલની છે. હું તેમની ભલામણની હંમેશા રાહ જોવું છું.

વિડીયોમાં બુમરાહે કહ્યું કે ૨૦૧૬માં જયારે હું ટીમ આવ્યો ત્યારે તે કેપ્ટન હતા. તે ટીમને શાંત રાખે છે અને મદદ માટે હંમેશા તૈયાર હોય છે.

કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાએ વર્ષ ૨૦૦૭માં તી- ૨૦ વર્લ્ડકપ જીત્યો હતો. તેની બાદ વર્ષ ૨૦૧૧ માં આઈસીસી વર્લ્ડ કપ અને વર્ષ ૨૦૧૩માં ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત આઈપીએલમા પણ ધોનીએ કેપ્ટન તરીકે ચેન્નાઈ સુપર કિંગ્સને અનેક વાર જીત અપાવી છે.

ધોનીએ જન્મદિવસ ટીમ ઇન્ડિયાના સાથીઓ સાથે મનાવ્યો હતો. ધોનીને સંન્યાસને લઈને અનેક દિવસોથી ચર્ચા છે જો કે ધોનીએ આ અંગે હજુ કોઈ જાહેરાત કરી નથી.

Share: