વેસ્ટ ઇન્ડીઝની સાથે ભારતમાં પૂર્ણ ઘરેલું સીરીઝ રમશે અફઘાનિસ્તાન

July 08, 2019
 156
વેસ્ટ ઇન્ડીઝની સાથે ભારતમાં પૂર્ણ ઘરેલું સીરીઝ રમશે અફઘાનિસ્તાન

વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરેલુ સીરીઝની જાહેરાત કરી દીધી છે. બંને ટીમોની વચ્ચે ભારતમાં પૂર્ણ ઘરેલું સીરીઝ રમશે જેમાં એક ટેસ્ટ પણ સામેલ છે. અફઘાનિસ્તાન પોતાની ઘરેલું સીરીઝ ભારતમાં રમશે જ્યાં ટીમ પ્રેક્ટીસ પણ કર છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે આ ઘરેલું સીરીઝમાં ત્રણ ટી-૨૦, ત્રણ વનડે સિવાય એક ટેસ્ટ મેચ સામેલ છે જે ૨૭ નવેમ્બરથી શરુ થશે. ટેસ્ટ મેચ માટે જગ્યા અને ઘરેલુ પ્રારૂપના મેચના સ્થળ પર હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નિવેદનમાં આપતા જણાવ્યું છે કે, “ભવિષ્ય પ્રવાસ કાર્યક્રમ અનુસાર અફઘાનિસ્તાન રાષ્ટ્રીય ટીમ પાંચ નવેમ્બરથી એક ડીસેમ્બર સુધી ભારતમાં વેસ્ટ ઇન્ડીઝની યજમાની કરશે. આ સીરીઝમાં ત્રણ ટી-૨૦, ત્રણ વનડે અને એક ટેસ્ટ મેચ સામેલ હશે.”

તેમને જણાવ્યું છે કે, “વેસ્ટ ઇન્ડીઝ સીરીઝથી પ્રથમ રાષ્ટ્રીય ટીમ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે એકમાત્ર ટેસ્ટ મેચ પણ રમશે. ત્યાર બાદ તે ત્રિકોણીય ટી-૨૦ સીરીઝ રમશે જેમાં બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે પણ સામેલ હશે.”

Share: