સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાણી ટપકતું રોકવા પ્રેક્ષક ગેલેરીમાં અંદરથી પતરા લગાવાયા

July 08, 2019
 742
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાણી ટપકતું રોકવા પ્રેક્ષક ગેલેરીમાં અંદરથી પતરા લગાવાયા

ગુજરાતમા સરદાર વલ્લભભાઈ પટેલની નર્મદા બંધ નજીક બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુવિંગ ગેલેરીની છતમાંથી પણ ૨૯ જુનના રોજ વરસાદ પડ્યા બાદ પાણી ટપકવા લાગ્યું હતું. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઈન્ટમાંથી પણ પાણી ટપકવા લાગ્યું હતું. જેના લીધે આ પ્રતિમા પાછળ ખર્ચવામા આવેલા કરોડો રૂપિયાના ખર્ચ પર પણ અનેક સવાલો ઉભા થવા લાગ્યા હતા.

જેના પગલે હવે ટીકાઓથી બચવા માટે તેની દેખરેખની જવાબદારી સંભાળતી કંપની એલ એન્ડ ટી એ પ્રેક્ષક ગેલેરીમા પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલવાના ભાગરૂપે ગેલેરીના અંદરના ભાગે પતરા લગાવી દીધા છે. તેમજ પાંચ ફૂટની પ્રેક્ષક ગેલેરીમાં ચાર ફૂટના પતરા લગાવીને પાણીને અંદર આવતું રોકવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. તેમજ તેના સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડીઝાઈનને અસર ના થાય તે પ્રકારે પતરા મારવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઈન્ટ સીઈઓ નીલેશ દુબેએ એક ટીવી ઇન્ટરવ્યુમા જણાવ્યું હતું કે ચ્યુ ઓફ યુનિટી ખાતે વરસાદમાં જે પાણી ટપકતું હતું જે વાંછટથી આવ્યું હતું. તે ડિઝાઈનનો એક ભાગ છે. નીચેથી પાણીનો નિકાલ થઇ જાય છે. જો કે પ્રતિમાની પ્રેક્ષક ગેલેરીની અંદર ભરાયેલા પાણી અંગે સ્ટેચયુ ઓફ યુનિટીની સારસંભાળ રાખનાર વહીવટીતંત્ર તરફથી ટ્વીટ કરીને તેનો બચાવ કરવામાં આવ્યો હતો. તેમજ જણાવ્યું હતું કે પ્રતિમાની વ્યૂઇંગ ગેલેરીની અંદર પવન દ્વારા વરસાદી પાણી ફૂંકાય છે. પ્રવાસી નયન રમ્યા દૃશ્યોનો આનંદ માણી શકે તે હેતુ થી ગેલેરીની રચના કરવામાં આવી છે. ભરાયેલા પાણી નું મૈનટૈનેન્સ ટીમ તુરંત નિકાલ કરી રહી છે.

નર્મદા બંધ નજીક સાધુ બેટ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ થઈ થયું હતું. જેમાં ૧૫૩ મીટર પર સરદાર પટેલની છાતીના ભાગે એક વ્યૂઇંગ ગેલેરી બનાવામાં આવી છે. જેમાંથી સાતપુડાની ગિરિમાળાઓ સ્પષ્ટ દેખાય છે.

Share: