એરટેલના આ નવા પ્લાનમાં અનલીમીટેડ કોલિંગ સાથે મળશે ૩ જીબી ડેટા

July 08, 2019
 417
એરટેલના આ નવા પ્લાનમાં અનલીમીટેડ કોલિંગ સાથે મળશે ૩ જીબી ડેટા

રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે બધી કંપનીઓ અવારનવાર નવા પ્લાન્સ લોન્ચ કરી રહી છે. એરટેલે ૧૪૮ રૂપિયા વાળા નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે જેમાં યુઝર્સને અનલીમીટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગ બેનીફીટ આપવામાં આવી રહી છે. તેના સિવાય ડેલી ફ્રી ૧૦૦ એસએમએસ ઓફર કરવામાં આવી રહ્યું છે. ૨૮ દિવસોની વેલીડીટી વાળા આ પ્લાનમાં યુઝર્સને કુલ મળીને ૩જીબી ઈન્ટરનેટ ડેટા ઓફર કરવામાં આવશે.

આ પ્લાનને એક્ટીવેટ કર્યા બાદ યુઝર્સને એરટેલ ટીવીનું ફરી સબસ્ક્રિપ્શન મળશે જ્યાં તે ૩૫૦ થી વધુ લાઈવ ચેલેન્સ જોઈ શકશે. તેની સાથે યુઝર્સને વિંક મ્યુઝીકનો ફ્રી એક્સેસ પણ ઓફર કરવામાં આવી રહી છે.

તેના સિવાય એરટેલે પોતાના ૧૬૯૯ રૂપિયાના લોંગ ટર્મ પ્લાનને રિવાઈઝ કરી દીધો છે. આ પ્લાનમાં પહેલા ૩૬૫ દિવસની વેલીડીટી સાથે યુઝર્સને દરરોજ ૧ જીબી ડેટા મળતો હતો જે હવે વધીને ૧.૪ જીબી થઈ ગયો છે. પ્લાનમાં અલલીમીટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ સાથે ફ્રી ૧૦૦ એસએમએસ ઓફર કરવામાં આવી રહી છે.

Share: