મોદી રાજમા એક વધુ બેંક ગોટાળો સામે આવ્યો, પીએનબીને લાગ્યો ફરી ૩૮૦૦ કરોડનો ચૂનો

July 08, 2019
 947
મોદી રાજમા  એક વધુ બેંક ગોટાળો સામે આવ્યો, પીએનબીને લાગ્યો ફરી ૩૮૦૦ કરોડનો ચૂનો

મોદી સરકાર ગમે તેટલા વાયદા કરી લે પરંતુ તેમના રાજમાં સરકારી બેંકો સાથે થઈ રહેલી છેતરપીંડી અટકવાનું નામ નથી લઈ રહી. જેમાં તેમના પ્રથમ કાર્યકાળમાં પંજાબ નેશનલ બેંક સાથે નિરવ મોદી અને મેહુલ ચોકસીની પંજાબ નેશનલ બેંક સાથે, લીકર કિંગ વિજય માલ્યાની અલગ અલગ બેંકો સાથેની છેતરપીંડી સહિતના અનેક કિસ્સા સામે આવ્યા છે.

જો કે તેની બાદ પણ હાલ મોદી સરકારના બીજા કાર્યકાળમાં પણ બેંકો સાથેની છેતરપીંડી સામે આવી છે. જેમાં ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લીમીટેડ નામની કંપનીમાં પીએનબીએ ૩૮૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે.આ બાબતની પીએનબીએ ખુદ ખુલાસો કર્યો છે. આ કેસની જાણકારી આપતા બેંકે કહ્યું કેભૂષણ પાવર એન્ડ સ્ટીલ લીમીટેડે બેંક પાસેથી લોન લેવામાં છેતરપીંડી કરી અને બેંકોના સમૂહના નાણા એકત્ર કરવાથી લઈને તમામ ખાતાવહીમા ગડબડી કરી છે. પીએનબીએ આ છેતરપીંડીની જાણકારી આરબીઆઈને આપી છે.

પંજાબ નેશનલ બેંકે આ મામલાની જાણકારી શેરબજારને આપી હતી. બેંકે કહ્યું કે ફોરેન્સિક ઓડીટ તપાસ અને પોતે જાતે માહિતી મેળવીને તેના ડીરેક્ટરો વિરુદ્ધ સીબીઆઈની પ્રાથમિકીની આધાર પર બેંકે આરબીઆઈને ૩૮૦૫.૧૫ કરોડ રૂપિયાની છેતરપીંડીનો રીપોર્ટ પણ આપ્યો છે. પીએનબીએ જણાવ્યું કે બીપીએસએલ અને બેંક નાણાની ઉચાપત કરી છે તેમજ બેંકોના સમુહ પાસેથી નાણા લેવા માટે ખાતાવહીમા ગડબડી કરી છે. પીએનબીએ જણાવ્યું કે બીપીએસએલએ બેંકોના નાણાની ઉચાપત કરી છે. તેમજ આ એનસીએલટી એટલે રાષ્ટ્રીય કંપની વિધિ ન્યાયાધિકરણમાં પેન્ડીગ છે.

પંજાબ નેશનલ બેંકની છેતરપીંડીનો આ કોઈ પ્રથમ મામલો નથી. આ પૂર્વે પણ પીએનબીમાં ૧૩,૫૦૦ કરોડનો ગોટાળો સામે આવ્યો હતો. જેમાં હીરા કારોબારી નિરવ મોદી જે આ ગોટાળોનો મુખ્ય આરોપી હતો તે વિદેશ ભાગી છુટ્યો છે. તેમજ તેના ભાગીદાર મેહુલ ચોકસી પણ દેશ છોડીને ફરાર થઈ ગયા છે.

Share: