આઈસીસી વનડે રેન્કિંગમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહનો દબદબો

July 08, 2019
 232
આઈસીસી વનડે રેન્કિંગમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહનો દબદબો

ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્મા વર્લ્ડ કપમાં પોતાના શાનદાર ફોર્મના કારણે આઇસીસી વનડે બેટિંગ રેન્કિંગ પોઈન્ટ ટેબલમાં પોતાના કેપ્ટન વિરાટ કોહલીના નજીક પહોંચી ગયા છે. વિરાટ કોહલીએ બેટ્સમેનમાં ટોપ સ્થાન જાળવી રાખ્યું છે જયારે બીજા નંબર પર રહેલા વાઈસ કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપમાં રેકોર્ડ પાંચમી સદીથી બંને વચ્ચેના અંતરને દુર કરી દીધું છે.

વિરાટ કોહલીએ અત્યાર સુધી વર્લ્ડ કપમાં ૬૩.૧૪ ની એવરજથી ૪૪૨ રન બનાવ્યા છે જેમાં પાંચ અડધી સદી સામેલ છે. તેમને એક પોઈન્ટનો ફાયદો થયો છે અને તેમના હવે ૮૯૧ રેટિંગ પોઈન્ટ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની વચ્ચે આ અગાઉ ૫૧ પોઈન્ટનું અંતર હતું પરંતુ હવે તેમના વચ્ચે માત્ર ૬ પોઈન્ટનું અંતર રહી ગયું છે. સેમીફાઈનલ અગાઉ રોહિત શર્મા ૮૮૫ પોઈન્ટ છે જો કે તેમની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેટિંગ પણ છે.

બાબર આઝમ પહોંચ્યા ત્રીજા સ્થાન પર

પાકિસ્તાનના બાબર આઝમ વનડે બેટિંગ રેન્કિંગ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે અત્યાર સુધી ૬૩૮ રન વર્લ્ડ કપમાં બનાવ્યા છે જ્યારે રોહિત શર્માથી છ રન ઓછા છે. ડેવિડ વોર્નર રેન્કિંગમાં છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયા છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલીય્મ્ન્સ પણ ટોપ દસમાં પહોંચી ગયા છે. તે આઠમાં સ્થાન પર છે જ્યારે ઉસ્માન ખ્વાજા ૧૫ માં સ્થાન પર પહોંચી ગયા છે.

ઇંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન જોની બેયરસ્ટો અને જેસન રોય બંને રેન્કિંગમાં આગળ વધ્યા છે. જેસન રોય કારકિર્દીની સર્વોચ્ય ૧૩ મી રેન્કિંગ પર પહોંચી ગયા છે. વનડે રેન્કિંગમાં ભારતીયોનો દબદબો બરકરાર છે. બોલરોમાં જસપ્રીત બુમરાહે ટોપ પર પોતાનું સ્થાન મજબુત કરી લીધું છે. વર્લ્ડ કપમાં ૧૭ વિકેટ લેવાના કારણે તે બીજા નંબર પર રહેલા ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટથી ૫૬ પોઈન્ટ આગળ થઈ ગયા છે.

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ ત્રીજા, કાગીસો રબાડા ચોથા અને ઇમરાન તાહિર પાંચમાં સ્થાન પર છે. અફઘાનિસ્તાનની ટીમે પોતાની બધી નવ મેચ ગુમાવી પરંતુ સ્પિનર મુજીબ ઉર રહેમાન (છઠ્ઠા) અને રાશિદ ખાન (આઠમા) બંને ટોપ દસમાં રહેલા છે. ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક (સાતમાં) અને પાકિસ્તાનના મોહમ્મદ આમિર (૧૨ માં) ની રેન્કિંગમાં સુધારો થયો છે.

ઓલરાઉન્ડરોમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસને ટોપ સ્થાન જાળવી રાખ્યું છે જયારે ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ નવ સ્થાન ઉપર બીજા સ્થાન પર પહોંચી ગયા છે. આઈસીસી વનડે ટીમ રેન્કિંગમાં ઇંગ્લેન્ડ ૧૨૩ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. જ્યારે ભારત બીજા સ્થાન પર છે.

Share: