મોદી સરકારના બજેટથી શેરબજારમા નિરાશાનો માહોલ, બે દિવસમાં ડૂબ્યા પાંચ લાખ કરોડ

July 08, 2019
 1044
મોદી સરકારના બજેટથી  શેરબજારમા નિરાશાનો માહોલ, બે દિવસમાં ડૂબ્યા પાંચ લાખ કરોડ

મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટ બાદ શેરમાર્કેટમા ભારે ઉથલપાથલ બાદ ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે બપોરે શેરબજારમા અંદાજે ૯૦૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં વર્ષની આ સૌથી મોટો ઇન્ટ્રા ડે ઘટાડો છે. બજારમા થયેલા ઘટાડાના પગલે રોકાણકારોના એક ઝટકામા ૩.૨૦ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. રોકાણકારોને બે દિવસમા અંદાજે ૫ લાખ કરોડનું નુકશાન થયું છે.

સોમવારે સવારથી જ શેરબજારમા ઘટાડો જોવા મળી રહ્યો હતો જેમાં શેરબજારમા વેચવાળીના ભારે દબાણમા સોમવારે બેંચમાર્ક સેન્સેક્સમા ૫૦૦ અંકનો ઘટાડો નોંધાયો હતો. જેમાં નિફ્ટીમાં ૧.૩૧ ટકાના ઘટાડો નોંધાયો હતો. આ પૂવે સેન્સેક્સ ૩૯,૦૦૦ ના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે પડીને ૩૮,૯૯૯.૫૦ પર આવી ગયો હતો. જે શરૂઆતમા ૩૯,૪૭૮. ૩૮ના સ્તરે ખુલ્યો હતો. જયારે નિફ્ટીમા ૧૮૬.૮૫ એટલે કે ૧.૫૬ ટકાના ઘટાડા સાથે ૧૧,૨૬૪. ૩૦ ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

આ ઉપરાંત અમેરિકામા ગત સપ્તાહે જોબ ડેટા મજબુત આવતા અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રીઝર્વ દ્વારા વ્યાજમા ઘટાડાની સંભાવનાને લઈને એશિયાના બજારોમાં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત છેલ્લા સપ્તાહના આખરી દિવસ શુક્રવારે સંસદમા રજુ કરાયેલા બજેટ બાદ બજારમાં મુંઝવણભરી સ્થિતિ હતી. જેના લીધે તેની સીધી અસર આજના દિવસે પણ જોવા મળી હતી.

Share: