સેમીફાઈનલમાં આજે ભારત સામે ન્યુઝીલેન્ડ ટીમનો પડકાર

July 09, 2019
 186
સેમીફાઈનલમાં આજે ભારત સામે ન્યુઝીલેન્ડ ટીમનો પડકાર

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ ની પ્રથમ સેમીફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડથી ટકરાશે. આ મેચ માન્ચેસ્ટરમના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડીયમમાં ભારતીય સમય મુજબ બપોરે ૩ વાગે શરુ થશે. તમને જણાવી દઈએ કે, લીગ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમ ઇન્ડિયા આ મેચમાં ફેવરેટ રહેશે, જયારે છેલ્લી ત્રણ મેચમાં હાર સામનો કરી સેમીફાઈનલમાં પહોંચેલ ન્યુઝીલેન્ડ ટીમને પોતાના પ્રદર્શનમાં થોડો સુધાર કરવો પડશે, ત્યારે તે ફાઈનલની ટીકીટ પ્રાપ્ત કરી શકશે.

ભારતને આ મેચમાં રોહિત શર્માથી ઘણી આશા હશે. રોહિત શર્મા ટુર્નામેન્ટમાં ૫ સદી ફટકારી ચુક્યા છે, તેમ છતાં તેમનો ન્યુઝીલેન્ડ સામે રેકોર્ડ ખરાબ છે. તેમ છતાં વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે ૬૮.૫૨ ની શાનદાર એવરજથી ૧૩૦૨ રન બનાવ્યા છે. તેમને ન્યુઝીલેન્ડ સામે ૫ સદી અને ૭ અડધી સદી ફટકારી છે.

માન્ચેસ્ટરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે. મેચ દરમિયાન વરસાદ પણ પડી શકે છે. તેમ છતાં આ મેચ પર તેની વધુ અસર પડશે નહીં. તમને જણાવી દઈએ કે, આ ટુર્નામેન્ટમાં ટોસ ખુબ મહત્વનો હશે કેમકે ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર રમાયેલ પાંચ મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતે છે. સેમી ફાઈનલ જેવી મોત મેચ અને ટુર્નામેન્ટના રેકોર્ડને ધ્યાનમાં રાખતા બંને કેપ્ટન પ્રથમ બેટિંગ કરવાની ઈચ્છા રાખશે.

ભારત ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રીત બુમરાહ, યુજ્વેન્દ્ર ચહલ, એમએસ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, ભૂવનેશ્વર કુમાર, હાર્દિક પંડિયા, ઋષભ પંત, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, મયંક અગ્રવાલ, રોહિત શર્મા, કુલદીપ યાદવ

ન્યુઝીલેન્ડ ટીમ : કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ટ, કોલિન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટીન ગુપ્તીલ, મેટ હેનરી, ટોમ લાથમ (વિકેટકીપર), કોલિન મુનરો, જીમી નિશમ, હેનરી નિકોલ્સ, મિશેલ સેંટનર, ઇશ સોઢી, ટિમ સાઉદી , રોસ ટેલર.

Share: