મંત્રી બનવાની હોડ જામી: શંકર ચૌધરી જ અલ્પેશ ઠાકોરનું પત્તુ કાપશે.

July 09, 2019
 705
મંત્રી બનવાની હોડ જામી: શંકર ચૌધરી જ અલ્પેશ ઠાકોરનું પત્તુ કાપશે.

રૂપાણીના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી અટકળો તેજ બની છે. કોણ મંત્રી બનશે અને કોની પાસેથી મંત્રી પદ છીનવામાં આવેશે તે અંગે રાજકીય તર્કવિતર્ક વહેતા થયાં છે. આ દરમિયાન અલ્પેશ ઠાકોરને પણ મંત્રી બનાવાય તેવી ચર્ચા છે. પણ સૂત્રો કહે છે કે, શંકર ચૌધરી મંત્રી બનવા તલપાપડ છે. પરબત પટેલને લોકસભાની ટિકિટ આપી શંકર ચૌધરીએ માર્ગ મોકળો કર્યો છે.

એટલું જ નહિ, અલ્પેશ ઠાકોર ને પણ ભાજપમાં લઇ જવામાં શંકર ચૌધરીની અહમ ભૂમિકા છે. હવે જયારે રૂપાણી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા માંથી બે મંત્રીઓને તક અપાય તેવી શક્યતા ઓછી છે. બનાસકાંઠાને જો મંત્રીમંડળમાં સ્થાન અપાય તો કાં તો અલ્પેશ ઠાકોર કાં તો શંકર ચૌધરીને તક મળી શકે છે. આ કારણોસર બંને વચ્ચે રાજકીય સ્પર્ધા જામી છે.

ભાજપ હાઇકમાન્ડ પણ શંકર ચૌધરીને પ્રથમ તક આપે તેમ છે તે જોતા અલ્પેશ ઠાકોરને મંત્રીપદ નહિ પણ કોળી ઠાકોર વિકાસ નિગમના ચેરમેન બનાવાય તેવી સંભાવના છે. શંકર ચૌધરી પણ અલ્પેશ ઠાકોર મંત્રી ન બને તે માટે સક્રિય છે. કેમ કે, છેલ્લા કેટલાંય દિવસથી શંકર ચૌધરી રાજકારણમાંથી આઉટ છે. એટલે મંત્રીપદ માટે તક ગુમાવવા તૈયાર નથી.

Share: