ગેનીબેન ઠાકોર, ભરત ઠાકોર, ચંદનજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો સાથ છોડ્યો.

July 09, 2019
 730
ગેનીબેન ઠાકોર, ભરત ઠાકોર, ચંદનજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો સાથ છોડ્યો.

લોકસભાની ચૂંટણી વખતે અલ્પેશ ઠાકોરે પોતાની સાથે પાંચ-સાત ધારાસભ્યો હોવાનું જણાવી ભાજપ સાથે રાજકીય સોદાબાજી કરી હતી. પણ અલ્પેશ ઠાકોરની આખીય ગણતરી ઉંધી પડી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મત આપી અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપી દીધું હતું. તે વખતે અલ્પેશ ઠાકોરની સાથે એક માત્ર ધવલસિંઘ ઝાલાએ રાજીનામુ ધર્યું હતું.

અલ્પેશ ઠાકોરની એવી ગણતરી હતી કે, કોંગ્રેસના નારાજ ધારાસભ્યો પણ કેસરિયો ખેસ ધારણ કરશે.પણ એવું થયું નહીં. અલ્પેશ ઠાકોરના સમર્થક ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર અને ભરતજી ઠાકોરે પણ રાજીનામુ આપવાની ના પાડી દેતા અલ્પેશ ઠાકોર હાલમાં એકલા પડ્યાં છે. ભાજપને તેમની રાજકીય તાકાતનો અંદાજ આવી ગયો છે.

Share: