અમરનાથ યાત્રીઓ માટે બીએસએનએલની ભેટ, લોન્ચ કર્યું નવું સીમ કાર્ડ

July 09, 2019
 595
અમરનાથ યાત્રીઓ માટે બીએસએનએલની ભેટ, લોન્ચ કર્યું નવું સીમ કાર્ડ

બીએસએનએલે અમરનાથ યાત્રા પર ગયેલ યાત્રીઓ માટે નવો પ્રીલોડેડ ‘યાત્રા’ સીમ કાર્ડ લોન્ચ કરી દીધું છે. ૧૦ દિવસની વેલીડીટી વાળા આ કનેક્શનમાં યાત્રીઓને ૨૦,૦૦૦ સેકેન્ડ્સ (લગભગ ૩૩૩.૩૩ મિનીટ) નો ટોકટાઈમ અને ૧.૫ જીબી ડેટા મળશે. આ સીમ કાર્ડની કિંમત ૨૫૦ રૂપિયા રાખવામાં આવી છે. બીએસએનએલ આ પ્રીલોડેડ ‘યાત્રા’ સીમને જમ્મુ-કશ્મીરમાં ઘણા ટુરીસ્ટ રિસેપ્શન સેન્ટર્સમાં ઉપલબ્ધ કરાવી રહી છે. આ ઓફરનો યાત્રી ૧૫ ઓગસ્ટ સુધી બેનેફીટ્સ ઉઠાવી શકે છે.

આ સીમ કાર્ડને ખરીદવા માટે ગ્રાહકને ફોટોગ્રાફની સાથે એડ્રેસ પ્રૂફ અને આઇડેન્ટિટી પ્રૂફ આપવું પડશે. તેના સિવાય યાત્રીઓને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) તરફથી જાહેર કરેલ રજીસ્ટ્રેશન સ્લિપની ફોટોકોપી પણ જમા કરાવી પડશે, જેથી લોકો રેફરન્સ માનવામાં આવશે.

Share: