સંસદ ભવન મા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા મૌખીત અને કાગળો પર યોજના ની જાહેરાત થાય છે

July 09, 2019
 1285
સંસદ ભવન મા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા મૌખીત અને કાગળો પર યોજના ની જાહેરાત થાય છે

૨૦૧૪ મા ભાજપ ને બહુમતી મળતા નરેન્દ્ર મોદી ની સરકાર બની આ 5 વર્ષ મા મન કી બાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ કરી ૯૦ થી વધુ વખત વિદેશ પ્રવાસ કર્યો.૩૮૦૦ અડતરીસો કરોડ રૂપિયા ના ખર્ચે જનતા ને ગુમરાહ કરવા માટે જાહેરાત કરવામાં આવી જેનાં કારણે દેશ ની પ્રિન્ટ મીડિયા અને ટીવી મિડીયા નરેન્દ્ર મોદી સરકાર ના ગુલામો તરીકે એક તરફી માહોલ મા કામ કરતા થયા સરકાર ભાજપ ની અને વિપક્ષો ને સવાલ પૂછવા નો નવો ટ્રેન્ડ પેડ મિડીયા દ્વારા ચાલુ થયો. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશમાં શૌચાલય બનાવવા માટે સબસીડી આપવાના બહાને ભરત નું સૈાથી મોટું કૌભાંડ કહી શકાય તેની સાબિતી રૂપે માત્ર ગુજરાત સરકાર મા જેટલા રૂપિયા શૌચાલય બનાવવા માટે ઓન રેકોર્ડ ફાળવવા મા આવ્યા છે તે હકીકત બિલકુલ અલગ છે કારણ કે આજે પણ ગુજરાત મા ૩.૭૦ ત્રણ લાખ સિત્તેર હજાર લોકો ખુલ્લા મા સંડાસ જઈ રહ્યા છે તે વાત ખુદ ગુજરાત વિધાન સભા મા ગૃહ મા ભાજપ સરકાર દ્વારા કબૂલ કરવા મા આવી છે.

આ આંકડો ઘણો ઓછો છે હકીકત એવી છે કે અને પણ ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫ થી ૨૦ ટકા નાગરિકો અને શહેરો મા ૩ થી ૭ ટકા નાગરિકો જાહેર મા શૌચ ક્રિયા કરે છે અને ઠેર ઠેર ફેલાતી બિમારી અને ગંદકી આ વાત ને પુરવાર કરી રહ્યુ છે. આજે પણ પંચ મહાલ. દાહોદ. બનાસકાંઠા. અરવલ્લી. ભરૂચ જિલ્લા મા ઘણા ખરા ઘરો મા ભાજપ ના નેતાઓ દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરી ને રૂપિયા ઘર ભેગા કરવા મા આવતા શૌચાલયો બન્યા નથીએલ પી જી ના 5 કિલો ના સિલેન્ડર આપવાની યોજના ઉજ્વલા મા પણ આવો જ ભ્રષ્ટાચાર થયો છે લાભાર્થીઓ એ પોતાને મળેલા સિલેન્ડર ને અન્ય લોકો ને વેચી ને ચૂલાઓ પર રાંધવાનું જ રાખ્યું છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં મા થી ૧૦/૧૫ કિલો મીટર સુધી ગેસ સિલેન્ડર નોંધવા મટે કોણ જાય ??? હાલ બીજી વખત નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ સાંસદ મા નરેન્દ્ર મોદીએ પ્રથમ સત્ર મા થોડી ઘણી હાજરી આપી છે પણ સંસદ મા કામ ના નામે કોઈ મોટી ઉપલબ્ધિ દેખવામાં આવી નથી. જય શ્રી રામ. ભારત માતાકી જય. અલ્લાહ હો અકબર. જય ભીમ. અને પોતપોતાના ધર્મો ની જય બોલતા રહેતા સાંસદો એવા લાગી રહ્યા છે કે આ લોકો ને દેશ ના બંધારણ વિસે કશી ખબર નથી. સાંસદ ને સાંસદ તરીકે જે સોગંદ લેવા ના હોય છે તે લીધા બાદ તરત જ આવા સાંસદો જય બોલવા મા થી જ ઊંચા નથી આવી રહ્યા. દેશમાં ફૂટપાથ પર રહેતા કે ઝૂંપડું બાંધી રહેતા લોકો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પાસે એક પણ નીતી નથી કે જેમાં આ લોકો ને સમાજ મા ભેગા કરવા માટે કોઈ યોજના હોય જેલો મા પણ ગુનો કરીને સજા ભોગવવા વાળા કેદીઓ માટે યોજના છે તો દેશ ના આ નાગરિકો માટે કેમ કશું જ નથી?? આ નાગરિકો મા પણ નાના બાળકો.

આઘેડ કે સિનિયર સિટીઝન લોકો જાનવર થી વધુ ખરાબ રીતે જીવી રહ્યા છે અને મરી રહ્યા છે એમાંથી ઘણા લોકો પાસે ચુંટણી કાર્ડ આધાર કાર્ડ પણ નથી. આજે સંસદ ભવન મા જનતા ના કામો ની વાતો ની જગ્યાએ એવા ફાલતુ મુદ્દા ઓ પર ચર્ચા કરવામાં સમય વેડફાઈ જાય છે હમણાં એવા સમાચાર સાંભળ્યા છે કે લોકગાયક ના ગીતો સંસદ મા ગુંજ્યા છે આજે ગરીબો કે મધ્યમ વર્ગ માટે કોઈ કામ કરતી સરકાર હોય તો પણ તેને ૧૦/૧૫ વર્ષ બાદ સફળતા મળે પણ નરેન્દ્ર મોદી સરકાર મા તો ગરીબ પરિવાર વધારે ગરીબ થશે તેવી નીતિઓ ચાલી રહી છે ત્યારે કોઈ ઉમ્મીદ નથી ૨૦૧૪ મા ભાજપ અને નરેન્દ્ર મોદી નું વિઝન હતું કે ૨૦૧૯/૨૦ અને હવે કહી રહ્યા છે કે ૨૦૨૪ બસ આવી રીતે ટાઈમ પાસ થઈ રહયો છે.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: