ધવલસિંઘ ઝાલાની મુશ્કેલી વધી. શંકરસિંહ વાઘેલાના પુત્ર બાયડની બેઠક પરથી ચૂંટણી લડશે.

July 09, 2019
 698
ધવલસિંઘ ઝાલાની મુશ્કેલી વધી. શંકરસિંહ વાઘેલાના પુત્ર બાયડની બેઠક પરથી ચૂંટણી લડશે.

અલ્પેશ ઠાકોર ના ઈશારે કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ ધારણ કરવો તલપાપડ બનેલા ધવલસિંઘ ઝાલાની મુશ્કેલી મુશ્કેલી વધી છે. ધવલસિંઘ ઝાલાનો તેમના જ મત વિસ્તાર બાયડમાં જોરદાર વિરોધ થઇ રહ્યો છે. ધવલસિંઘ ઝાલાના રાજીનામાં બાદ બાયડ બેઠક ખાલી પડી છે. હવે આ બેઠકની વિધાનસભા સત્ર બાદ પેટાચૂંટણી યોજાઈ શકે છે.

ભાજપ ધવલસિંઘ ઝાલાને ટિકિટ આપે છે કે કેમ તે પણ એક સવાલ છે. ત્યારે આ બેઠક પર શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંઘ વાઘેલાએ ચૂંટણી લડવા તૈયારીઓ કરી છે. મહેન્દ્રસિંઘ વાઘેલા હજુ ક્યા પક્ષમાંથી ચૂંટણી લડશે તે નક્કી નથી. પણ જો તેઓ બાયડ પરથી ચૂંટણીમાં ઝુકાવે તો ધવલસિંઘ ઝાલા માટે ચૂંટણી જીતવી મુશ્કેલ ભર્યું બનશે.

Share: