જસપ્રીત બુમરાહે મેચની બીજી ઓવરમાં જ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ

July 09, 2019
 327
જસપ્રીત બુમરાહે મેચની બીજી ઓવરમાં જ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાઈ રહેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ ની પ્રથમ સેમીફાઈનલમાં ટીમ ઇન્ડિયા ઇન્ડિયાએ ટોસ હારી પણ સારી શરૂઆત કરી છે. જસપ્રીત બુમરાહે એક વખત ફરીથી શાનદાર બોલિંગ કરી ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી દીધી છે. તેની સાથે જ જસપ્રીત બુમરાહ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ માં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર બોલર બની ગયા છે.

તેમને આજે ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ઓવર મેડન ફેંકતા એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. ઇનિંગની બીજી ઓવરમાં જસપ્રીત બુમરાહની છ બોલ પર ન્યુઝીલેન્ડ બેટ્સમેન એક રન બનાવી શક્યા નહોતા ત્યાર બાદ જસપ્રીત બુમરાહે આ કારનામું કરી દીધું હતું.

જસપ્રીત બુમરાહે અંતિમ અપડેટ મળ્યા સુધીમાં પોતાના પ્રથમ સ્પેલમાં ૪ ઓવર બોલિંગ કરી છે જેમાં તેમને એક મેડન ઓવર સાથે એક વિકેટ લીધી છે અને ૧૦ રન આપ્યા છે.

જસપ્રીત બુમરાહે આજે વર્લ્ડ કપમાં નવમી ઓવર ફેંકી હતી. આ વર્લ્ડ કપમાં તેમનાથી વધુ મેડન ઓવર કોઈ પણ અન્ય બોલર કરી શક્યા નથી. આ યાદીમાં તેમના બાદ બીજા નંબર પર જોફ્રા આર્ચર છે. જેમને ૮ મેડન ઓવર ફેંકી છે. જ્યારે પેટ કમિન્સ અને વોક્સે ૬-૬ મેડન ઓવર કરી છે. તેના સિવાય મોહમ્મદ આમીર, મોરીસ અને મિચેલ સ્ટાર્કના નામે ૫ મેડન ઓવર છે. જસપ્રીત બુમરાહના આજના સ્પેલમાં હજુ ૬ ઓવર બાકી છે.

Share: