....તો શું નીતિન પટેલ રોજગારી અંગે વિધાનસભા ખોટી માહિતી આપી

July 10, 2019
 413
....તો શું નીતિન પટેલ રોજગારી અંગે  વિધાનસભા ખોટી માહિતી આપી

ગુજરાત સરકારે હાલમાં જ વિધાનસભાના સંશોધિત બજેટ રજુ કર્યું હતું. આ દરમ્યાન પોતાના બજેટ ભાષણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ૧,૧૮,૪૭૮ રોજગાર અપાય છે. તેમજ આગામી ત્રણ વર્ષમાં ૬૦,૦૦૦ નોકરીઓ આપવાની યોજના છે. પરંતુ આ આંકડાઓએ હાલમા રજુ થયેલા સરકારના આંકડાની પોલ ખુલી છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકારી રોજગારમાં ૮૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.તેથી હવે આ માહિતીની ખરાઈને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ગુજરાત ભાજપ સરકાર રાજના રોજગારી સતત ઘટી રહી હોવાનો ખુલાસો સરકારે ખુદ જ કર્યો છે. જેમાં ગુજરાત વિધાનસભામાં સરકારે આપેલી માહિતી મુજબ વર્ષ ૨૦૧૩-૧૪ થી વર્ષ ૨૦૧૭-૧૮ વચ્ચે માત્ર ૫૭,૯૨૦ સરકારી રોજગાર આપ્યા છે. જેમાં સૌથી વધારે ૩૫૮૪ રોજગાર ફેબ્રુઆરી ૨૦૧૭ થી સપ્ટેમ્બર ૨૦૧૮ વચ્ચે આપવા આવી હતી. જયારે વર્ષ ૨૦૧૩ -૧૪ વચ્ચે રાજયમા એક વર્ષમાં ૨૫,૬૬૬ ભરતી કરવામા આવી છે. પરંતુ તેની બાદ સરકારી નોકરી આપવા સતત ઘટાડો નોંધાયો છે

જે ભાજપ સરકારના રાજના છેલ્લા પાંચ વર્ષમાં આવેલા ૮૫ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ માહિતી ગુજરાત સરકારના એક મંત્રીએ રાજય વિધાનસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમા આપવામાં આવી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલે વિધાનસભામા સવાલ પૂછયો હતો કે સરકારે સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં કેટલી રોજગારી આપી છે તેનો જવાબ આપે. આ જ જવાબમા ભાજપ સરકારના રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે નોકરીઓના આંકડા રજુ કર્યા હતા. રોજગાર મંત્રીના જવાબ અનુસાર છેલ્લા ૫ વર્ષોમાં રાજયના ૫૭,૯૨૦ લોકોને સરકારી નોકરીઓ આપવામાં આવી હતી. જો કે રાજ્યમાં કુલ ૧૭,૫૨,૮૯૦ નોકરીઓ આપવામાં આવી હતી. જેમાં સરકારી નોકરીઓની ટકાવારી માત્ર ૩.૩ ટકા જ છે.

Share: