વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે પ્રથમ વખત આ ખેલાડીઓથી કર્યો કરાર

July 10, 2019
 192
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે પ્રથમ વખત આ ખેલાડીઓથી કર્યો કરાર

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ કેરેબિયન ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને ટીમ પોઈન્ટ ટેબલમાં ૯ માં સ્થાન પર રહી હતી. તેમ છતાં વેસ્ટ ઇન્ડીઝની ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ પણ ઘણા ખેલાડીઓને ક્રિકેટ બોર્ડે તેમના શાનદાર પ્રદર્શનની ભેટ આપતા કેન્દ્રીય કરાર કર્યા છે. વેસ્ટ ઇન્ડીઝની વર્લ્ડ કપ ટીમમાં રહેલા કેબિયન એલેન, નિકોલસ પૂરન અને ઓશેન થોમસને પ્રથમ વખત વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે કેન્દ્રીય કરારમાં સામેલ કર્યા છે. જયારે બોર્ડે સાત ખેલાડીઓને બધા પ્રારૂપોના કરાર કર્યા છે.

જે બધા પ્રારૂપોમાં સાત ખેલાડીઓને કરાર કર્યા છે. તેમાં ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર, કીમો પોલ, કેપ્ટન જેસન હોલ્ડર, શાઈ હોપ, અલ્જારી જોસેફ અને કેમાર રોચ સામેલ છે. એક જુલાઈથી આગામી વર્ષે ૩૦ જુન સુધીના સમયગાળાના કરારમાં કેબિયન એલેન, નિકોલસ પૂરન અને થોમસને સામેલ કરવામાં આવ્યા છે. તેના સિવાય પંદર મહિલા ખેલાડીઓની સાથે પણ કરાર કર્યો છે.

તમને જણાવી દઈએ કે, વર્તમાન વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે શરૂઆત તો શાનદાર કરી હતી, પરંતુ બાદમાં તે જીતના નજીક પહોંચી મેચો હારી ગઈ હતી. વેસ્ટ ઇન્ડીઝની ટીમે પાકિસ્તાનને પ્રથમ મેચમાં એકતરફી અંદાજમાં હરાવતા શાનદાર શરૂઆત કરી હતી અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામે પણ વેસ્ટ ઇન્ડીઝ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ દબાવ વાળી પરીસ્થિતિઓમાં ટીમ માટે કોઈ પણ ખેલાડી ઉભા રહી શક્યા નહીં, જેના કારણે ટીમને સેમીફાઈનલની રેસથી બહાર થવું પડ્યું હતું.

હવે વેસ્ટ ઇન્ડીઝ ટીમ ભારત સામેની ઘરેલું સીરીઝની રાહ જોઈ રહી છે. એવામાં વેસ્ટ ઇન્ડીઝ ટીમ એ દેખાડવા માંગશે કે, તે કોઇપણ ટીમને ટક્કર આપવાની તાકાત રાખે છે.

૧. બધા પ્રારૂપમાં કરાર : ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અલ્જારી જોસેફ, કિમો પોલ, કેમાર રોચ.

૨. ટેસ્ટ કરાર : ક્રેગ બ્રેઈથવેઇટ, જાન કેમ્પબેલ, રોસ્ટન ચેસ, શેન ડોરીચ, શેનેન ગ્રેબિયલ, જોમેલ વારિકન.

૩. સીમિત ઓવરોમાં કરાર : કેબિયન એલેન, કાર્લોસ બ્રેઈથવેઇટ, શેલ્ડન કોટરેલ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ, ઓશેન થોમસ.

Share: