કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્યોનું ભાજપે બંદુકની અણી પર અપહરણ કર્યું : જમીર અહમદ

July 10, 2019
 1016
કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્યોનું  ભાજપે બંદુકની અણી પર અપહરણ કર્યું :  જમીર અહમદ

કર્ણાટકમા ઉભા થયેલા રાજકીય સંકટને લઈને રાજકીય ઘમાસાણ ચરમસીમાએ છે. જેમા કોંગ્રેસ નેતા જમીર અહેમદે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે ભાજપે અમારા ધારાસભ્યોને અપહરણ કર્યું છે અને બંદુકની અણી પર રાખ્યા છે. તેમના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે.તેમના પરિવારના સભ્યોએ આ બાબતની પૃષ્ટિ કરી છે. તેમજ જો આ ધારાસભ્યોને છોડી મુકવામા આવે તો તે અમારી જોડે પરત આવવા માંગે છે.

આ દરમ્યાન બેંગ્લોરમા કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ છે. જેમાં કે સી વેણુગોપાલ, ગુલાબ નબી આઝાદ, સિદ્ધારમૈયા, દિનેશ ગુંડુંરાવ, મલ્લિકાઅર્જુન ખડગ, ઈશ્વર ખંદે અને જમીર અહમદ સહિત અનેક કોંગ્રેસી નેતા સામેલ હતા.

જયારે કોંગ્રેસના નેતા અને કર્ણાટક સરકારમા મંત્રી ડી.કે. શિવકુમાર બાગી ધારાસભ્યોને મળવા મુંબઈ પહોંચ્યા છે. આ દરમ્યાન કોંગ્રેસ નેતા ગુલાબનબી આઝાદે કહ્યું કે દેશમા લોકતંત્રને ખત્મ કરવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે. બંધારણ પર સંકટ છે. જે રીતે રાષ્ટ્રીય સ્તર પર ભાજપ અને રાજય સ્તર પર રાજયપાલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનાથી દેશ આક્રોશિત છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે કર્ણાટકમા ૧૧ કોંગ્રેસ - જેડીએસ ધારાસભ્યોના રાજીનામા ગરમાયેલા રાજકારણમા અપક્ષ ધારાસભ્ય નાગેશને ગાયબ થવાને લઈને વિવાદ ઉભો થયો છે. જેમાં કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અપક્ષ ઉમેદવાર નાગેશ જેમણે થોડા સમય પૂર્વે મંત્રીપદથી રાજીનામું આપ્યું તેમણે મને ફોન કરીને જણાવ્યું છે કે યેદુરપ્પાના પીએ અને ભાજપે મારું અપહરણ કરી લીધું છે. તેમજ તે જયારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે ફલાઈટ નીકળી ચુકી હતી.

આ દરમ્યાન આજે કર્ણાટકમાં કુમાર સ્વામી સરકારમાંથી કોંગ્રેસ અને જેડીએસના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. આ બાબતની જાણકારી કોંગ્રેસના સીનીયર નેતા સિદ્ધારમૈયાએ આપી છે. જયારે કર્ણાટકમા ઉભા થયેલા સંકટ વચ્ચે રાજયના મુખ્યમંત્રી કુમારસ્વામીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જલ્દી જ આ તમામ મુદ્દાઓ ઉકેલી દેવામા આવશે. અમારી સરકાર બરાબર ચાલી રહી છે.

Share: