એરટેલનો ધમાકો, ૧૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતનો પ્રસ્તુત કર્યો નવો પ્લાન

July 10, 2019
 640
એરટેલનો ધમાકો, ૧૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતનો પ્રસ્તુત કર્યો નવો પ્લાન

એરટેલે પોતાના ગ્રાહકો માટે નવો રિચાર્જ પ્લાન પ્રસ્તુત કરી દીધો છે. આ ૯૭ રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને અનલીમીટેડ કોલિંગ સાથે ૨ જીબી ડેટા મળશે. તેના સિવાય ગ્રાહકોને પ્રતિદિવસ ૧૦૦ એસએમએસ મોકલવાની મંજુરી મળે છે. આ પ્લાનને કંપનીએ પોતાના ૧૪૮ રૂપિયા વાળા પ્લાનને જોતા સસ્તામાં નીકાળ્યો છે.

એરટેલે કર્યો આ પ્લાનમાં મોટો ફેરફાર

એરટેલે ૧૬૯ રૂપિયા વાળા પ્લાનમાં મોટો ફેરફાર કર્યો છે. આ પ્લાનમાં પહેલા અનલીમીટેડ કોલિંગ સાથે દરરોજ ૧જીબી ડેટા મળતો હતો. પરંતુ હવે તેમાં યુઝર્સને ૧.૪ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા એરટેલે ૧૪૮ રૂપિયા વાળા નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો હતો જેમાં યુઝર્સને અનલીમીટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગ બેનીફીટ આપવામાં આવી રહી છે. તેના સિવાય ડેલી ફ્રી ૧૦૦ એસએમએસ ઓફર કરવામાં આવી રહ્યું છે. ૨૮ દિવસોની વેલીડીટી વાળા આ પ્લાનમાં યુઝર્સને કુલ મળીને ૩જીબી ઈન્ટરનેટ ડેટા ઓફર કરવામાં આવી રહી છે.

આ પ્લાનને એક્ટીવેટ કર્યા બાદ યુઝર્સને એરટેલ ટીવીનું ફરી સબસ્ક્રિપ્શન મળશે જ્યાં તે ૩૫૦ થી વધુ લાઈવ ચેલેન્સ જોઈ શકે છે. તેની સાથે યુઝર્સને વિંક મ્યુઝીકનો ફ્રી એક્સેસ પણ ઓફર કરવામાં આવી રહી છે.

તેના સિવાય એરટેલે પોતાના ૧૬૯૯ રૂપિયાના લોંગ ટર્મ પ્લાનને રિવાઈઝ કરી દીધો છે. આ પ્લાનમાં પહેલા ૩૬૫ દિવસની વેલીડીટી સાથે યુઝર્સને દરરોજ ૧ જીબી ડેટા મળતો હતો જે હવે વધીને ૧.૪ જીબી થઈ ગયો છે. પ્લાનમાં અલલીમીટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ સાથે ફ્રી ૧૦૦ એસએમએસ ઓફર કરવામાં આવી રહી છે.

Share: