ભાજપના રંગબાજ ધારાસભ્યનો પિસ્તોલ સાથે ડાંસ કરતો વિડીયો વાયરલ

July 11, 2019
 743
ભાજપના રંગબાજ ધારાસભ્યનો  પિસ્તોલ સાથે ડાંસ કરતો વિડીયો વાયરલ

પીએમ મોદી સતત ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓને શિસ્તમા રહેવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ પક્ષના ધારાસભ્યો આ સલાહને નજરઅંદાજ કરી રહ્યા છે. ઉત્તરાખંડના ખાનપુરના ભાજપ ધારાસભ્ય પ્રણવસિંહ ચેમ્પિયન ફરી એક વાર વિવાદમાં છે. તેમનો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપના આ ધારાસભ્ય હથિયારો સાથે ' મુઝ કો રાણાજી માફ કરના ના ગીત પર ઠુમકા લગાવતા નજરે પડી રહ્યા છે. આ એ જ ધારાસભ્ય છે જેમણે થોડા દિવસ અગાઉ પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને માર માર્યો હતો.

આ વાયરલ વિડીયોમા પ્રણવ ચેમ્પિયન પિસ્તોલ અને દારુ સાથે નજરે પડે છે. વિડીયો અનુસાર ધારાસભ્ય એક પિસ્તોલ મોંમાં દબાવે છે અને બે પિસ્તોલ બંને હાથમાં લઈને ઉભા છે. તેની બાદ દારુ પિતા જોવા મળે છે તેમના સમર્થકો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. જો કે આ પાર્ટી ક્યાં સમયની અને ક્યારની છે તેની કોઈ જ માહિતી સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે ભાજપના ખાનપુરના ધારાસભ્ય કુંવર પ્રણવસિંહ ચેમ્પિયને ગેરવર્તુંણક માટે પક્ષમાંથી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રણવસિંહ પોતાની વર્તુંણકની મદદથી હંમેશા ચર્ચામાં રહે છે. આ પૂર્વે પણ એક વિડીયો જોવા મળ્યો હતો જેમાં તે પત્રકારને ધમકાવતા જોવા મળી રહ્યા છે.

Share: