સેમીફાઈનલમાં આજે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો

July 11, 2019
 226
સેમીફાઈનલમાં આજે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં રમનારી બીજી ટીમ કંઈ હશે તેનો નિર્ણય આજે થઈ જશે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ રમશે, જેમાં વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો સામનો ઇંગ્લેન્ડથી થશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ફાઈનલમાં ન્યુઝીલેન્ડનો સામનો કરશે. લંડનના લોર્ડસ મેદાન પર ૧૪ જુલાઈના ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ વર્ષ ૧૯૭૫, ૧૯૮૭, ૧૯૯૬, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૭ અને ૨૦૧૫ ની ફાઈનલમાં પહોંચી ચુકી છે, જેમાં તે ૧૯૭૫ અને ૧૯૯૬ માં જ ઉપવિજેતા રહી છે, બાકી દરેક વખતે ટાઈટલ પોતાના નામે કર્યો છે. ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી, જયારે ઇંગ્લેન્ડે ભારત અને ન્યુઝીલેન્ડને હરાવી સેમીફાઈનલની ટીકીટ પ્રાપ્ત કરી હતી.

લીગ રાઉન્ડમાં જ્યારે બંને ટીમ સામ-સામે હતી, ત્યારે ઓસ્ટ્રેલિયાએ ૬૪ રનથી ઇંગ્લેન્ડને હરાવી દીધું હતું. લીગ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા ૯ મેચમાં ૭ જીત પ્રાપ્ત કરી ચુકી છે અને ૧૪ પોઈન્ટ લઈને બીજા નંબર પર રહી હતી. જયારે ઇંગ્લેન્ડની ટીમ ૯ મેચમાં ૬ જીત અને ૩ હાર સાથે ૧૨ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર રહી હતી. પ્રથમ નંબર પર રહેલ ભારતને ચોથા નંબર પર રહેલી ન્યુઝીલેન્ડે ૧૮ રનથી હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

ઓસ્ટ્રેલિયા ટીમ : એરોન ફિન્ચ (કેપ્ટન), જેસન બેહરનડોર્ફ, એલેક્સ કૈરી (વિકેટકીપર), નાથન કલ્ટર નાઇલ, પેટ કમિન્સ, મેથ્યુ વેદ, નાથન લિયોન, પીટર હેન્ડ્સકોમ્બ, ગ્લેન મેકસવેલ, કેન રિચાર્ડસન, સ્ટીવન સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ જામ્પા.

ઈંગ્લેન્ડ ટીમ : ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો (વિકેટકીપર), જોસ બટલર, ટોમ કરન, લિએમ ડોસન, લિયામ પ્લાંકેન્ટ, આદીલ રાશીદ, જો રુટ, બેન સ્ટોક્સ, જેમ્સ વિન્સ, ક્રીસ વોક્સ, માર્ક વુડ

Share: