મંત્રી બનવાની અલ્પેશ ઠાકોરની ગણતરી ઉંધી પડી, અમિત શાહે ખેલી નવી ચાલ.

July 11, 2019
 401
મંત્રી બનવાની અલ્પેશ ઠાકોરની ગણતરી ઉંધી પડી, અમિત શાહે ખેલી નવી ચાલ.

લોકસભાની ચૂંટણી બાદ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગ કરી રાજીનામુ ધરી દીધું છે. પણ હવે ખુદ અલ્પેશ ઠાકોરને એવું લાગી રહ્યું છે કે, તે ગાડી ચૂકી ગયો છે. આ તરફ ભાજપે પણ અલ્પેશ ઠાકોરને રાજકીય રીતે બ્લેક મેઈલ કરવાનું શરૂ કર્યું છે. તેવી ચર્ચા છે. મંત્રીપદ મેળવવા માટે અલ્પેશ ઠાકોરે ભાજપ સાથે રાજકીય ડીલ કરવામાં ઘણું મોડું કર્યું છે. હવે ભાજપને પણ અલ્પેશ ઠાકોરને કેસરિયો ખેસ પહેરવામાં ઉતાવળ નથી.

જુગલજી ઠાકોરને રાજ્યસભાના સભ્ય બનાવી ભાજપે અલ્પેશ ઠાકોરની પાંખો કાપી નાંખી છે. સાથે રાજકીય કદ પણ વેખરી નાંખ્યું છે. હવે સ્થિતિ એવી છે કે, અલ્પેશને ભાજપમાં ગયા સિવાય કોઈ છૂટકો નથી. અમિત શાહે પણ નવી ચાલ ખેલી છે. સૂત્રો કહે છે કે, અલ્પેશ ઠાકોરને મંત્રી બનવું હોય તો ઉત્તર ગુજરાતના અન્ય પાંચ-છ કોંગ્રેસીઓને ભાજપમાં લાવવા પડે. જે અલ્પેશ ઠાકોર માટે શક્ય નથી.

ભાજપની નજર ઉત્તર ગુજરાતની ઓબીસી અને ઠાકોર વોટ બેન્ક પર છે. આ જોતાં અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી ઘૂંધળી બની છે. મંત્રીપદ તો ઠીક, અલ્પેશ ઠાકોર ને કોળી ઠાકોર વિકાસ નિગમના ચેરમેન બનાવાય તો પણ ભયો ભયો.

Share: