રાહુલ ગાંધી કાલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજરી આપશે. કોંગ્રેસના કાર્યકરો કરશે જોરદાર સ્વાગત.

July 11, 2019
 390
રાહુલ ગાંધી કાલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજરી આપશે. કોંગ્રેસના કાર્યકરો કરશે જોરદાર સ્વાગત.

નોટબંધી વખતે લખો રૂપિયાની જૂની ચલણી નોટો બદલવામાં આવી હતી. તે વખતે અમિત શાહની પણ ભૂમિકા હતી. રાહુલ ગાંધીએ ટવિટર પર ટવિટ કરતાં અમદાવાદ ડીસ્ટ્રીકટ બેન્કે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો છે. જેના પગલે કાલે રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે. આ પહેલા આ જ કેસમાં રાહુલ ગાંધી સામે પહેલી મેના રોજ પણ હાજર રહેવાનું સમન હતું, પરંતુ રાહુલ ગાંધી હાજર નહોતા રહ્યા. જે બાદ મેટ્રો કોર્ટે લોકસભાના સ્પીકર દ્વારા સમનની બજવણી કરવાનો હુકમ કર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ધારાસભ્યો અને હોદ્દેદારોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીનું સ્વાગત કરવા હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીનું એરપોર્ટથી માંડીને ખાનપુર, મિરઝાપુર સહિતના સ્થળોએ જોરદાર સ્વાગત કરશે.

Share: