વાયબ્રન્ટ ગુજરાતની ચમક ઓછી થઇ, ૧૦ દેશોએ ગુજરાત વાયબ્રન્ટમાં આવવાની ના પાડી હતી.

July 11, 2019
 407
વાયબ્રન્ટ ગુજરાતની ચમક ઓછી થઇ, ૧૦ દેશોએ ગુજરાત વાયબ્રન્ટમાં આવવાની ના પાડી હતી.

ગુજરાતમાં મૂડીરોકાણ કરવા વિશ્વના વિકસિત દેશોમાં ખુબ જ આતુર છે તેવી બડાઈ હાંકવામાં આવી રહી છે ત્યારે વિંધાનસભામાં ખુદ ભાજપ સરકારે કબુલ્યું છે કે, વર્ષ ૨૦૧૯ માં ગાંધીનગર વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં મૂડીરોકાણ કરવા આઈએએસ અધિકારીઓને ૨૫ દેશોમાં મોકલવામાં આવ્યા હતા.

વાયબ્રન્ટ ગુજરાતમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ સહીત ૧૫ દેશોએ કન્ટ્રી પાર્ટનર બનવા તૈયારી દર્શાવી હતી પણ યુકે, અમેરિકા, મલેશિયા, ઓમાન, સ્વીડન, રશિયા, બ્રાઝીલ અને જર્મની એ વાયબ્રન્ટ ગુજરાતમાં આવવા ધરાર ના પાડી દીધી હતી. દસ દેશોએ ગુજરાતમાં મૂડી રોકાણ કરવામાં જરાયે રસ દાખવ્યો ન હતો. આ એ જ દર્શાવે છે કે, વાયબ્રન્ટ ગુજરાતની ચમક હવે ઓછી થઇ રહી છે.

Share: