સીબીઆઈના દરોડા પર ઇન્દિરા જયસિંગે કહ્યું સત્તાનો દુરઉપયોગ કરી રહી છે મોદી સરકાર

July 11, 2019
 959
સીબીઆઈના દરોડા પર  ઇન્દિરા જયસિંગે કહ્યું સત્તાનો દુરઉપયોગ કરી રહી છે મોદી સરકાર

સુપ્રિમ કોર્ટના સીનીયર વકીલ ઇન્દિરા જયસિંગ અને તેમના પતિ આનંદ ગ્રોવર અને સામાજિક કાર્યકતા ઈંદુ આનંદના ઘર અને ઓફીસ પર સીબીઆઈના દરોડા પાડવામા આવ્યા છે. આ પૂર્વે ઇન્દિરા જયસિંગ ની એનજીઓ પર એફસીઆરએ ના ભંગના આરોપ લગાવતા તેની પર કાર્યવાહી કરી હતી. આ મામલે ઈડીએ ફંડના ખોટા ઉપયોગનો આરોપ લગાવ્યો છે.

સમાચારો મુજબ, સીબીઆઈની ટીમ ઇન્દિરા જયસિંગના નીઝામુદ્દીન સ્થિત બંગલા પર કાર્યવાહી કરી રહી છે. માનવઅધિકાર કાર્યકતા તીસ્તા સેતલવાડના જણાવ્યા અનુસાર, આ દરોડા ઇન્દિરા જયસિંગના દિલ્હી અને મુંબઈ સ્થિત નિવાસો પર પાડવામાં આવ્યા છે. સવારે ૮.૧૫ વાગે સીબીઆઈની ટીમે ઇન્દિરા જયસિંગના ઘરે છાપામારીની શરૂઆત કરી હતી. તીસ્તા સેતલવાડે આ છાપેમારીની આકરી ટીકા કરી છે. તેમજ આ કાર્યવાહીને કેન્દ્ર સરકારની બદલાની કાર્યવાહી ગણાવી હતી.

જયારે સીબીઆઈના દરોડા પર સીનીયર એડવોકેટ ઇન્દીરા જયસિંગે જણાવ્યું હતું કે વર્ષોથી અમારા દ્વારા કરવામા આવી રહેલા માનવ અધિકારના કાર્યોના લીધે અમારી જોડે બદલો લેવામા આવ્યો છે અને અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત ઇન્દિરા જયસિંગના પતિ આનંદ ગ્રોવર લોઅર કલેકટવના ચેરમેન પણ છે. તેમણે પણ એક નિવેદનમા આ છાપેમારીની ભારે ટીકા કરી છે. તેમજ આ કાર્યવાહી સત્તાનો દુરઉપયોગ દર્શાવે છે. તેમજ આ બંને વકીલો પર આ કાર્યવાહી એટલે કરવામાં આવી કે તે વર્ષોથી માનવ અધિકાર માટે સરકાર વિરુદ્ધ લડી રહ્યા છે.એનજીઓના નિવેદનમા આગળ લોયર્સ કલેકટીવે લખ્યું છે એફઆરસીના ભંગના મામલે એનજીઓના અધિકારીઓએ સંસ્થાને સંપૂર્ણ સહયોગ આપ્યો છે. તેમ છતાં એનજીઓ પર છાપા મારવામા આવ્યા હતા.

આ કેસ હાલ હાઈકોર્ટ વિચારાધીન છે. ભારત સરકાર અને લોયર્સ કલેકટીવ અને તેમના કાર્યકરોએ કરેલા માનવ અધિકારના કાર્યોના નિશાન બનાવવા માટે એજન્સીઓનો દુરઉપયોગ કરવામા આવે છે. તેમજ આ છાપાની કાર્યવાહી એટલા માટે કરવામા આવી છે કે આ બંને વકીલો સત્તારૂઢ સરકાર વિરુદ્ધ સંવેદનશીલ કેસ અદાલતમા રજુ કરતા હતા.

Share: