ક્વોલકોમ લાવ્યું નવું પ્રોસેસર, સસ્તા સ્માર્ટફોન પણ બનશે પાવરફૂલ

July 11, 2019
 390
ક્વોલકોમ લાવ્યું નવું પ્રોસેસર, સસ્તા સ્માર્ટફોન પણ બનશે પાવરફૂલ

ઓછી કિંમત વાળા સ્માર્ટફોન્સને અને પાવરફૂલ બનાવવા માટે ક્વોલકોમે નવો 215 Mobile Platform પ્રસ્તુત કરી દીધો છે. આ સિસ્ટમ ઓન ચીપ (SoC) ની મદદથી સસ્તા સ્માર્ટફોન્સમાં પણ પ્રીમિયમ સ્માર્ટફોન વાળા ફિચર્સ મળશે. તેમાં ડ્યુઅલ કેમેરા સપોર્ટ, ૧૯:૯ આસ્પેક્ટ રેશિયો ડિસ્પ્લે, ક્વિક ચાર્જની સાથે જ એનએફસી પેમેન્ટનો સપોર્ટ પણ મળશે.

ક્વોલકોમ ૨૧૫ મોબાઈલ પ્લેટફોર્મ ૧૩ મેગાપિક્સલ સિંગલ અને ૮ મેગાપિક્સલ ડ્યુઅલ કેમેરા સેટઅપને સપોર્ટ કરશે. જયારે તેની મદદથી યુઝર્સ ૧૦૮૦ પિક્સલ રેઝોલ્યુશનની વિડીયોને શૂટ કરી શકશે.

આ જૂની ૨૦૦ સીરીઝ વાળા ચીપસેટની સરખામણીમાં ૫૦ ટકા વધુ સારુ પરફોર્મન્સ આપશે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ ચીપસેટ ક્વોલકોમના જ X5 મોડમ સાથે આવે છે જે LTE Cat 4 ને સપોર્ટ કરે છે. આ નવી ચીપસેટથી લેન્સ સ્માર્ટફોન્સના આ વર્ષના અંતમાં બજારમાં આવે તેવી સંભાવનાઓ છે.

Share: