અભિનેતા અમિત પુરોહિતનું અવસાન, અદિતિ રાવ હૈદરી સહિત આ સ્ટાર્સે વ્યક્ત કર્યું દુઃખ

July 11, 2019
 272
અભિનેતા અમિત પુરોહિતનું અવસાન, અદિતિ રાવ હૈદરી સહિત આ સ્ટાર્સે વ્યક્ત કર્યું દુઃખ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી ખરાબ સમાચાર આવ્યા છે. અભિનેતા પુરોહિતનું અવસાન થઈ ગયું છે. અમિત પુરોહિત સાઉથ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે. બાગી ફિલ્મના સુધીર બાબુએ આ દુઃખદ સમાચારની જાણકારી ચાહકોને આપી દીધી છે. તેમના અવસાન કારણનો ખુલાસો થયો નથી. આટલી નાની ઉમરમાં આ દુનિયાને છોડી જનારા અમિત પુરોહિતના ચાહકોને એમ મોટો આઘાત લાગ્યો છે.

અમિત પુરોહિત છેલ્લી વખત વર્ષ ૨૦૧૮ માં આવેલ તેલુગુ ફિલ્મ ‘સમ્મોહનમ’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમને અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની સાથે સ્ક્રીન શેર કર્યો હતો. અદિતિએ પણ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ જાહેર કર્યું હતું. તેમને ટ્વીટર પર લખ્યું છે કે, ‘અમિત પુરોહિતના પરિવાર માટે શાંતિની પ્રાર્થના. એક મહેનતુ અને દયાળુ વ્યક્તિ ખુબ જલ્દી આ દુનિયાને છોડી ચાલ્યા ગયા. ફિલ્મમાં પોતાની અમુલ્ય હાજરી માટે તેમનો ખુબ ખુબ આભાર.”

સુધીર બાબુએ અમિત પુરોહિતને શ્રદ્ધાજલિ આપતા લખ્યું છે કે, “અમિત પુરોહિતના અચાનક અવસાનથી સ્તબ્ધ છુ.સમ્મોહનમમાં તેમને અમિત મલ્હોત્રા (સમીરાના ભૂતપૂર્વ પ્રેમી) ની ભૂમિકા નિભાવી હતી. ખૂબ મૈત્રીપૂર્ણ વ્યક્તિ છે અને હંમેશા દરેક શોટ માટે ૧૦૦ ટકા આપે છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.”

‘સમ્મોહનમ’ ના નિર્દેશન મોહનકૃષ્ણ ઇન્દ્રગતિએ ટ્વીટ કર્યું છે કે, “આ સમાચાર પર હું વિશ્વાસ નથી કરી શકતો. અમિત પુરોહિત એક સજ્જન, શાનદાર વ્યક્તિ વાળા અને ખુબ જ પ્રતિભાશાળી અભિનેતાઓમાંથી એક હતા, જેમની સાથે મેં કામ કર્યું. તે એક ઉદાર વ્યક્તિ હતા. અમિત હું તમને યાદ કરીશ. હું જલ્દી જ તમને ફરીથી કાસ્ટ કરવા વિષે વિચારી રહ્યો હતો.”

Share: