કોના ભરોસે દેશ ચાલી રહ્યો છે ??

July 11, 2019
 952
કોના ભરોસે દેશ ચાલી રહ્યો છે ??

૧૯૪૭ મા દેશ આઝાદ થયો અને પ્રથમ સરકાર ની રચના થઈ ત્યાર પછી ૨૦૧૪ સુધી ભારત દેશ મા નિરંતર પ્રગતિ થઈ છે ૨૦૧૪ સુધી ભારત માં જવાહર લાલ નહેરુ. લાલબહાદુર શાસ્ત્રી.ગુલઝા રી લાલ નંદા. ઈન્દિરા ગાંધી. વી પી સિંહ રાજીવ ગાંધી. ઇન્દ્ર કુમાર ગુજરાલ ચંદ્ર શેખર ચરણ સિંહ મોરારજી દેસાઇ દેવગૌડા અટલ બિહારી વાજપેયી મનમોહન સિંહ જેવા સક્ષમ વડા પ્રધાનો એ સમગ્ર દેશમાં કોઈ પણ પ્રકારના ભેદ ભાવ વગર દેશ ની પ્રગતિ જ કરી છે પણ ૨૦૧૪ મા જ્યાર થી વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ દેશમાં શાસન કર્યું છે તે શાસન મા ભેદભાવ છે ભાઈ ચારો તૂટ્યો છે ગાય ને નામે હિંદુ ધર્મ ને નામે બીજા ધર્મ ના લોકો પર જુલ્મો કરી જબરજસ્તી જય શ્રી રામ ના નારા બોલાવીને હલકી રાજનીતિ કરી ને દેશ ને દુનિયા માં બદનામ કર્યો છે યુનો મા પણ આ બાબતે ચર્ચા થઈ ગઈ છે.

આ શાસક દ્વારા પોતાની ભાજપ પાર્ટી અને આરએસએસ માટે તેમજ મિત્ર ઉદ્યોગ પતિ ઓ તેમજ મિત્ર રાજનેતાઓ માટે દેશ ની તિજોરી ખુલ્લે હાથે લુંટવા માટે સરકારી ટેન્ડર ના નામે ખોલી નાખી છે. આદિવાસી સમાજ ના હક ની જંગલ વિસ્તાર ની જમીનો અને કીમતી જડીબુટ્ટીઓ થી હર્યા ભર્યા જંગલો મિત્ર ઉદ્યોગ પતિ ને સોંપી દીધા છે ગૌ શાળા ની જમીનો હોય કે ગૌચરો પણ મિત્ર ઉદ્યોગ પતિ ઓ કે બિલ્ડરો ને મફત ના ભાવે વેચવામાં આવી રહ્યા છે. આદિવાસીઓ દલિતો મુસ્લિમો ગરીબો ગરીબ ખેડૂતો ના વર્ગો ને એવી રીતે નરેન્દ્ર મોદી કચડી રહ્યા છે કે જાણે તેમને આ વર્ગો થી કોઈ પાછલા જન્મ નું વેર હોય નરેન્દ્ર મોદી ની આ સમાજ ની તમામ નીતિઓ થી સરકાર અને ઠેકેદારો અરબો રૂપિયા કમાયા છે જેમ કે ગરીબ ખેડૂતો ને ફરજિયાત પાક વિમો લેવો અને ક્લેમ રેશિયો માંડ ૧૦/૧૫ ટકા બાકી નો કંપનીઓ ને નફો.. જીએસટી ના નામે ઘર વપરાશ ની તમામ વસ્તુઓ પર ઉઘાડી લૂંટ.. પેટ્રોલ ડીઝલ પર એક લિટર પર ૩૦/૩૫ રૂપિયા સુધી નો ટેક્સ. કોઈ નક્કર રોજગાર યોજના ઓ નહિ. પોલીસ અધિકારીઓ દ્વારા નાગરિકો પર ઝુલ્મ કરવા માટે છુટ્ટો દોર. અને લોઅર તેમજ સેશન્સ કોર્ટમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર ધારે તેવો જ ન્યાય મળે તેવું હાલ નું ડર નું વાતાવરણ થઈ ગયું છે.

તમામ પ્રકાર ના ટેક્સ મા વધારો. જનરલ વીમા કંપનીઓ મા વિદેશી કંપનીઓ ને કમાવવા માટે પ્રીમિયમ મા ૧૦૦ ટકા જેવો વધારો તેમાં પાછું સિનિયર સિટીઝન લોકો ને બેવડો ત્રણ ગણો આર્થિક ફટકો જેમાં બેન્કો મા ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ મા ૩ ટકા જેટલો વ્યાજ નો ઘટાડો. મેડી ક્લેમ ના પ્રીમિયમ ના દર ડબલ દવાઓ મોંઘી અને જીનરિક દવાઓ ની ગુણવત્તા સાવ ઉતરતી કક્ષાની હોવાથી કમોતે મોત થાય તેવી હોય છે. ખોટી વિદેશ નીતી ના નામે બતાવવા અને ચાવવા ના દાંત અલગ જેવો દેખાવ. દેશ ની તમામ મિડીયા પર એવું નિયંત્રણ કે ભાજપ સરકાર કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધ લોકશાહી મુજબ પણ વિરોધ કર્યો તો તે છપ્પન ના ભાવ મા ગયો સમજો. આવા શાસન ને કારણે દેશમાંથી વર્ષે ૫ કરોડ રૂપિયા થી વધુ કમાવનાર ૩૦૦૦૦ ત્રીસ હજાર થી વધુ પરિવારે દેશ છોડી દીધો છે જેના કારણે દેશ ને વર્ષે ૩૦૦૦૦ ત્રીસ હજાર કરોડ થી વધુ નું ટેક્સ નું નુકસાન થયું છે. દેશ મા દરરોજ નિર્દોષ ગાયો અને નિર્દોષ નાગરિકો ના મૃત્યુ થાય છે ગાયો ના મોત લાયસન્સ વાળા કસાઈ ખાના મા થાય છે અને નાગરિકો ના મોત ને એક્સીડન્ટ મા ખપાવી નાખવામાં આવે છે આ ડર ના માહોલ ના કારણે દેશ નાગરિકો માટે સલામત રહ્યો નથી તેવું હું માની રહ્યો છું.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: