ભાજપ મોદી શાહ કાળા ધન થી ધારાસભ્યો ખરીદે છે?

July 11, 2019
 362
ભાજપ મોદી શાહ કાળા ધન થી ધારાસભ્યો ખરીદે છે?

૨૦૦૧ થી ૨૦૧૪ ના મે મહિના સુધી ગુજરાત ના મુખ્ય મંત્રી તરીકે રહેલા નરેન્દ્ર મોદીએ ગુજરાત ને દેવાદાર કરી ને લગભગ ૨૦૦૦૦૦ બે લાખ કરોડ રૂપિયા જેટલા દેવા મા ઉતારી નાખ્યું હતું અને ગુજરાત મા કેટલાય કરોડો રૂપિયાના કૌભાંડો થયા હતા ત્યારે જી એસ પી સી જેવા કેટલાય મોટા કૌભાંડો જાણતા જાણે છે. ત્યારે નરેન્દ્ર મોદીએ એવી ઉતરતી કક્ષાની રાજનીતિ કરી હતી કે શાસન ચલવવા મા જેટલું ધ્યાન ના આપ્યું તેનાથી વધારે ધ્યાન દેશમાં કોંગ્રેસ ના નેતાઓ ને ભાજપ મા લાવવા માટે આપ્યું હતું અને તે પણ રાજકીય પંડિતો કે પત્રકારો એ ખાનગી મા ચર્ચેલી વાતો મુજબ કોઈ કોંગ્રેસ ના સંસદ ને આટલા કરોડ મા લીધો કે બીજાને આટલા કરોડ મા.૨૦૧૪ ના લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી એ દેશ ની ભોળી ભાળી જનતા ની આંખ માં ધૂળ નાખી ને ગુમરાહ કરી ને પાછું કીધું કે ભાઇઓ બહેનો હું માત્ર ૧૦૦ દિવસો મા જ વિદેશમાં રહેલું કાળું ધન ભારત માં લાવિસ અને તે કાળું ધન એટલું બધું હશે કે દેશ ના નાગરિકો ના ખાતા મા સહેલાઇ થી ૧૫/૨૦ લાખ રૂપિયા સુધી આવી જશે.

ત્યારે દેશ નો બુદ્ધિ શાળી વર્ગ હસતો હતો અને મતદારો ને સમજાવતો હતો કે કાળા નાણાં થકી ચુંટણી પ્રચાર કરવા વાળા નરેન્દ્ર મોદી વિદેશ માં થી કાળું ધન નહિ લાવે પણ દેશમાં થી કાળું ધન વધારે પ્રમાણ માં વિદેશો મા જાય તેવા સંજોગો બનાવશે. પણ મતદારો માન્યા કે નહિ તે ૧૦૦ ટકા હવે નહિ કહી શકાય કારણ કે આ વખત ની લોકસભા ચૂંટણી તો નરેન્દ્ર મોદીએ evm ની ગરબડી કરાવી ને જ જીતી છે તે વાત દેશમાં લાખો લોકો કહી રહ્યા છે. પાછલા 5 વર્ષ ના શાસન દરમિયાન કાળા બજરીયા વેપારીઓ ને છુટ્ટો દોર આપીને નરેન્દ્ર મોદીએ તે લોકો પાસે થી એટલું બધું કાળું ધન ફંડ ના નામે એકઠું કર્યું છે કે આજની તારીખે દેશમાં મધ્ય પ્રદેશ અને કર્ણાટક રાજ્યના કોંગ્રેસ ના ધારા સભ્યો ને ભાજપ મા લાવવા તિજોરી ખુલ્લી મૂકી દીધી છે ગુજરાત મા નરેન્દ્ર મોદીએ ગરીબ જનતા ના હક ના રૂપિયા ને નેતાઓ ને ભાજપ મા જોઇન્ટ કરવા પાછલ લગાવી દીધી છે તે કહેવા મા કશું ખોટું નથી.

ગુજરાત મા પાછલા ૧૦ વર્ષ મા ૨૦/૨૫ કોંગ્રેસ ના મોટા નેતાઓ ને નાણાં ની કોથળી છુટ્ટી મૂકી ને ભાજપ મા લીધા છે અને આજે પણ જોવા જઈએ તો ગુજરાત સરકાર ના ઘણા મંત્રીઓ મૂળ કોંગ્રેસીઓ જ છે ત્યારે કહેવું પડે છે કે નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે જનતા ના પરસેવા ના પૈસે થી તાગડધિન્ના કરીને મધ્ય પ્રદેશ અને કર્ણાટક રાજ્યમાં ધારા સભ્યો ને ખરીદ વેચાણ કરવા માટે તિજોરી ખુલ્લી મૂકી દીધી છે અને કર્ણાટક મા મોદી શાહ ને જેમ તેમ કરી ને ભાજપ ની સરકાર બનાવવી છે તેના માટે તેઓ સામ દામ દંડ ભેદ ની નીતી અપનાવી રહ્યા છે. ગઈ કાલે ગોવા મા પણ ૧૫ માંથી ૧૦ કોંગ્રેસી ધારા સભ્યો ને ભાજપ મા ભેળવી દેવા મા આવ્યા છે. ત્યારે એટલું કહેવું પડે કે નરેન્દ્ર મોદી સરકાર ચલાવતાં નથી તેમને સમગ્ર દેશમાં રાજા થઈ જવું છે. અને પોતાની ગંદી સોચ જેને આરએસએસ ની વિચાર ધારા કહે છે તેને અમલ મા લાવવી છે જેમાં એક મોટો માણસ નાના માણસ નું તમામ પ્રકાર નું શોષણ કરતો હોય અને તે નાનો માણસ નર્ક સમાન જીવણ જીવતો હોય પણ કોઈ કાયદો તેનું રક્ષણ ના કરે તેવા કાયદા કાનૂન નરેન્દ્ર મોદી ને દેશ પર થોપવા છે અને આ બધા કામ તેઓ દેશ મા પેદા થતાં કાળા ધન થી લોકો ને ખરીદી ને કરી રહ્યા છે અને અમુક લોકો ને ડરાવી ધમકાવી ને જેલ ભેગા કરવાની ધમકીઓ ને કારણે મોદી શાહ ની ટોળી સમક્ષ ઘૂંટણિયે પડવું પડે છે. ભગવાન બચાવે ભાજપ મોદી શાહ થી.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: