ગુજરાત સરકારે હટાવી રેશમા પટેલને આપેલી સુરક્ષા, રેશમાં પટેલે વ્યક્ત કરી જીવલેણ હુમલાની આશંકા

July 11, 2019
 404
ગુજરાત સરકારે હટાવી રેશમા પટેલને આપેલી સુરક્ષા, રેશમાં પટેલે વ્યક્ત કરી જીવલેણ હુમલાની આશંકા

ગુજરાતમા પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા અને ત્યાર બાદ ભાજપમા સામેલ થયેલા હાલ એનસીપી નેતા રેશમા પટેલને આપવામાં આવેલી સુરક્ષા ગાર્ડને સરકારે પરત ખેચી લીધો છે. જેને લઈને એનસીપી નેતા રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરીને જીવલેણ હુમલાની દહેશત પણ વ્યક્ત કરી છે.

આ અંગે જણાવતા રેશમા પટેલે કહ્યું છે કે સરકારે ગઇ કાલે મને આપેલ કાયમી પ્રોટેકશન હટાવ્યુ છે. અચાનક મને ફાળવેલ કમાન્ડો જતા રહ્યા. આ વાત પરથી સાબિત થાય છે કે બીજેપીના ગુંડાઓ મારી સાથે કઇ પણ કરી શકે, મારો જીવ પણ લઇ શકે એવી મને ગંધ આવે છે કારણ કે ૨ દિવસ પહેલાંજ જુનાગઢ મહાનગરપાલિકા ચુંટણીમાં એનસીપી ના ઉમેદવારોના ફોર્મ પાછાં ખેંચવા મને અને અમારા મહિલા ઉમેદવારોને બીજેપીના ઉમેદવારો દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી અને મે એ લોકો વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશન જુનાગઢમાં અરજી પણ આપેલી. આવી ધમકીઓ મને વારંવાર મળી છે. જ્યારે જુનાગઢ મનપા ચુંટણી પ્રભારીની જવાબદારી નું કામ કરી રહી છું અને બીજેપીની ગુંડાગર્દી, હિટલરશાહી સામે લડું છું ત્યારે અચાનક મારુ કાયમી પ્રોટેકશન પાછુ ખેંચ્યુ એ મારા વિરુધ્ધ ષડયંત્રનો ભાગજ હોય શકે.

તેમણે વધુમાં જણાવ્યું કે ઇતિહાસ બોલે છે કે ઘણા લોકોના અવાજ દબાવવા કાળશ કાઢી નાખ્યા છે. આ લિસ્ટમાં મારુ નામનો પણ સમાવેશ થાયતો નવાઇ નહીં અને મને મોતની બીક નથી પણ હું સંઘર્ષોથી ઉભરેલ અને હિંમતવાન મહિલા છું એટલા માટે ખુલીને ગુંડાગર્દી અને બીજેપી નેતાઓની તાનાશાહી સામે અવાજ ઉઠાવું છું. મને કઇ પણ થશે કે મારા સાથે અઘટિત ઘટનાથી મારું મૃત્યુ થશે તો જવાબદાર માત્રને માત્ર સરકારશ્રી રહેશે. આ બાબત હુ લેખિતમાં મહિલા આયોગ ગુજરાત, મહિલા આયોગ ઇન્ડિયા, ગુજરાત પોલીસ વડા અને ગૃહમંત્રી ગુજરાત ને કરીશ.

Share: