ગુગલ યુઝર્સની પ્રાઈવેસી પર આ રીતે રાખી રહી છે બાજ નજર

July 12, 2019
 637
ગુગલ યુઝર્સની પ્રાઈવેસી પર આ રીતે રાખી રહી છે બાજ નજર

ગુગલની પ્રાઈવેસી પોલીસીને લઈને એક વખત ફરી સવાલ ઉભા થઈ ગયા છે. એક રિપોર્ટ અનુસાર સ્માર્ટફોન, હોમ સ્પીકર અને સિક્યોરિટી કેમેરામાં આપેલ ગુગલ આસિસ્ટન્ટના માધ્યમથી ગુગલના કર્મચારી તમારા બેડરૂમની બધી વાતચીત ગુપ્તરીતે સાંભળી રહ્યા છે. આજે અમે તમને એવી જાણકારી આપી રહ્યા છીએ જેનાથી તમને સરળતાથી જાણ થશે કે, ગુગલ કેવી રીતે તમારા પર નજર રાખી રહ્યું છે.

એક દિવસમાં તમારા વિશે આટલું બધું જાણી લેશે ગુગલ

- ઓફીસ જવા માટે તમારા નજીકના મેટ્રો સ્ટેશન પર પહોંચો તેની જાણકારી ગુગલને રહે છે.

- ગુગલ મેપ્સ દ્વ્રારા તમારી લોકેશનને ટ્રેક કરવામાં આવે છે.

- યુઝર્સની સર્ચ હિસ્ટ્રી ગુગલ રેકોર્ડ કરે છે ત્યાર બાદ તમારા રસની શોધ કરે છે અને તેજ કન્ટેન્ટ અને જાહેરાત તમને બતાવે છે.

- મ્યુઝીક એપ્સની સર્ચ હિસ્ટ્રીથી ગુગલ તે વાતને શોધી કાઢે છે કે, તમે કેવા ગીતો સાંભળો છે અને તે મુજબ તમને જાહેરાતો બતાવવામાં આવે છે.

- આ બધા સિવાય ગુગલને એ પણ જાણ હોય છે કે, તમે ક્યારે દોડી રહ્યા છો અથવા કોઈ ગાડીમાં કંઇક જઈ રહ્યા છો.

આ બાબતોથી ગુગલ કલેક્ટ કરે છે તમારો ડેટા

- ગૂગલ પેની પાસે તમારી ક્રેડીટ અને ડેબીટ કાર્ડની જાણકારી હોવા સિવાય તેની મદદથી તમે કઈ પ્રોડક્ટ ખરીદો છો. તેનો ડેટા પણ સેવ રહે છે.

- તમારા ઈ-મેલને પણ ગુગલ સ્કેન કરે છે.

- યુટ્યુબ વિડીયો જોતા સમયે તમારી હિસ્ટ્રીને પણ ગુગલ રેકોર્ડ કરે છે અને ક્યા સમયમાં તમે વિડીયો જોવો છો એ પણ જાણકારી ગુગલને રહે છે.

- ગુગલના ડેટા કલેક્શન સંગ્રહમાં એન્ડ્રોઇડ અને ગુગલ ક્રોમ બ્રાઉઝર પણ ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

Share: