બજાજે ખુબ જ સસ્તી કિંમત વાળી લોન્ચ કરી સીટી૧૦૦

July 13, 2019
 629
બજાજે ખુબ જ સસ્તી કિંમત વાળી લોન્ચ કરી સીટી૧૦૦

બજાજ ઓટોએ ભારતીય બજારમાં પોતાની ઓછી કિંમત વાળી શાનદાર મોટરસાઈકલ CT110 ને લોન્ચ કરી દીધી છે. તેની શરૂઆત કિંમત ૩૭,૯૯૭ રૂપિયા (એક્સ શોરુમ) રાખી છે, જયારે ઇલેક્ટ્રિક સ્ટાર્ટ વેરિએન્ટને ૪૪,૩૫૨ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) માં ખરીદી શકાશે. આ મોટરસાઈકલમાં યુઝર્સને કિક અને સેલ્ફ સ્ટાર્ટ વેરિએન્ટનો વિકલ્પ મળશે. બજાજ સીટી ૧૧૦ ને ત્રણ રંગના વિકલ્પ મેટ ઓલિવ ગ્રીન, ગ્લોસ એબની બ્લેક અને ગ્લોબ ફ્લેમ રેડમાં ખરીદી શકાશે.

બજાજની સીટી ૧૧૦ માં ૧૧૦cc નું એન્જિન લાગેલું છે જે ૭,૦૦૦ RPM પર ૮.૬ BHP ની પાવર અને ૯.૮૧ NM નું ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને ૪ સ્પીડ ગીયર બોક્સથી લેન્સ કરવામાં આવ્યું છે.

ભારતીય બજારમાં સીટી ૧૧૦ નો સીધો મુકાબલો પહેલાથી વર્તમાન હીરો એચએફ ડીલક્સ, હીરો સ્પેલેન્ડર, ટીવીએસ રેડિયોન અને ટીવીએસ સ્પોર્ટથી થશે.

Share: