હવે સસ્તા પ્લાન્સ સાથે બીએસએનએલ ફ્રીમાં આપશે એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ

July 15, 2019
 597
હવે સસ્તા પ્લાન્સ સાથે બીએસએનએલ ફ્રીમાં આપશે એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ

બીએસએનએલે ૪૯૯ રૂપિયાથી ઓછી કિંમત વાળા મહિનાના બ્રોડબેન્ડ પ્લાન્સ સાથે એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ આપવાનું શરૂ કરી દીધું છે. તેમ છતાં ગ્રાહકોને પ્રાઈમ મેમ્બરશીપનો ફાયદો ઉઠાવવા માટે ૧૨ મહિના માટે બ્રોડબેન્ડ પ્લાન લેવો પડશે. આ ઓફર બીએસએનએલના નવા અને જુના બંને ગ્રાહકો માટે વેલિડ છે. આ અગાઉ બીએસએનએલ ૭૪૫ રૂપિયા અને તેનાથી વધુના બ્રોડબેન્ડ પ્લાન્સ સાથે આ બેનીફીટ આપી રહી હતી.

તમને જણાવી દઈએ કે, અમેઝોન પ્રાઈમ મેમ્બરશીપમાં પ્રાઈમ મેમ્બરશીપમાં પ્રાઈમ વિડીયો, પ્રાઈમ મ્યુઝીક અને પ્રાઈમ રીડિંગની સાથે-સાથે ફાસ્ટ ઓર્ડર ડીલીવરીનો પણ ફાયદો મળશે. રીપોર્ટ મુજબ બીએસએનએલ દ્વ્રારા ૪૯૯ રૂપિયાથી નીચેના પ્લાન્સના સાથે ૧૫ ટકા કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની નવા ગ્રાહકોને આકર્ષિત કરવા અને વર્તમાન ગ્રાહકોને બનાવી રાખવા માટે સંપૂર્ણ પ્રત્યન કરી રહી છે.

Share: