કૃષ્ણ ભગવાન ની નગરી બેટ દ્વારકા મા ૩૦ દિવસે ૧ વાર પીવાનું પાણી વાળું ગુજરાત મોડલ ના વહીવટ ની પોલ મ પોલ

July 15, 2019
 1006
કૃષ્ણ ભગવાન ની નગરી બેટ દ્વારકા મા ૩૦ દિવસે ૧ વાર પીવાનું પાણી વાળું ગુજરાત મોડલ ના વહીવટ ની પોલ મ પોલ

ભાઈઓ બહેનો ગુજરાત મા ટેન્કર થી પાણી આપવાના કોંગ્રેસ શાસન વખત ના દિવસો ભૂલી જાવ. હવે ગુજરાત ની તમામ જનતા ને પોતાના ઘર માં નળ વાટે હું પાણી આપવાનો છું. તે માટે ની મે ડીઝાઇન અને નક્સા બનાવડાવી દીધા છે અને ટુંક સમયમાં મા નર્મદા નદી ના પાણી આપણા ગુજરાત ના દરેક ઘરો મા આવી જવાના છે બસ થોડો સમય થોભી જાવ મારા ગુજરાત ના વહાલા ભાઈઓ બહેનો અને મતદારો કોંગ્રેસે કશું કર્યું જ નથી અને આજે જે કામ થઈ રહ્યું છે તે તમે જોઈ રહ્યા છો. પાછલા ૧૨ વર્ષ પહેલા ૨૦૦૭ ની ગુજરાત વિધાનસભા ચૂંટણી મા પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી ના આ જુઠ્ઠા ભાષણ ના શબ્દો હતા. કારણ કે ૧૯૯૦/૨૦૦૦ ના દસક વખતે કોંગ્રેસ ના શાસન દરમિયાન ગુજરાત મા વીજળી પાણી શિક્ષા અને આરોગ્ય ની સાથે સાથે એસ ટી સેવા જે રીતે મળતી હતી તેમાં આજે ૨૦૧૯ મા પણ નહિવત સુધારો થયો નથી.

એસ ટી બસ સેવા તો કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં બંધ કરવા મા આવી છે ૮૦ ટકા ગ્રામ્ય વિસ્તારો મા આરોગ્ય સેવા ની વાત કરું તો ડોકટરો અને દવા જ નથી હોતી. પીવા લાયક પાણી માટે આજે અંતરિયાળ ગામોમાં ૨/૪ કિલો મીટર સુધી દૂર દુર જવું પડે છે અને ૨૦૦૭ મા નરેન્દ્ર મોદી એ આપેલા ભાષણ બાદ હજી સુધી કેટલાય ગામડાઓ મા નળ થી પાણી મળ્યું જ નથી. ત્યારે વિચાર આવે કે જેમ ગુજરાત ની એક બેન્કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર બદનામી થઈ રહી છે તે મુજબ નો કેસ દાખલ કર્યો છે તો ગુજરાત ની જનતા નરેન્દ્ર મોદી પર ખોટા ભાષણો અને વચનો આપીને જનતા ને છેતરવાનો પ્રયાસ કરી ને વોટ લીધા બાદ પણ વચનો પૂરા ના કરવાનો કેસ કરી શકે છે.

આજે પીવા લાયક પાણી ની વાત કરું તો શ્રી કૃષ્ણ ભગવાન ની નગરી બેટ દ્વારકા મા પીવાનું પાણી મળતું જ નથી દરરોજ હજારો યાત્રાળુ ઓ બેટ દ્વારકા આવે છે અને આ ગુજરાત મોડલ વાળી સરકાર દ્વારા દર ૩૦ ત્રીસ દિવસ બાદ એક વાર પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે આ શરમ જનક અને આઘાત જનક વાત અને સરકારી વહીવટ કહેવાય. કેટલાય સમયથી બેટ દ્વારકા ની જનતા દરિયા નું પાણી પી રહી છે. જ્યાં જુઓ ત્યાં ભાજપ ના નેતાઓ ના ગેર વહીવટ ના કારણે ગુજરાત ના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદ શહેર ના વાડજ વિસ્તારમાં આવેલા સ્મશાન મા ૪૫ વર્ષ પહેલાં બજાજ ફેમિલી ના નામે એક દાતા શ્રી એ ૧૫૦/૨૦૦ વ્યક્તિ બેસી શકે અને ચારે બાજુ થી હવા આવે તેવું પાકું મકાન બનાવ્યું હતું અને તે હજી સુધી નવા મકાન ની જેમ અડીખમ હતું છતાં પણ ભાજપ સત્તા વાળાઓ એ તોડી નાખી ને એ જગ્યા પર શું કરવા માંગે છે તે ખબર નથી પડતી પણ ઉનાળા ની ભયંકર ગરમી મા અંતિમ ક્રિયા મા લાસ ને લઇ ને આવવા વાળા લોકો ને સખત ગરમી મા લોખંડ ના પતરા નીચે બેસવું પડે છે જ્યાં એક પણ પંખો નથી અને સામે મડદા બળતા હોય ત્યારે બે બાજુ થી આવતી ગરમી ને કારણે દરરોજ ઘણા લોકો ની તબિયત બગડતાં સ્મશાન થી દવાખાને જવું પડે છે.

ભાજપ ના નેતાઓ નો સ્વાર્થ એ જ હોય છે કે કંઇક નવું બને તો ઠેકેદાર પાસે કટકી રૂપે કંઈ મળે આ જ સાચી હકીકત અને સાચું ગુજરાત મોડલ છે જેમાં હલકી કક્ષાની રાજનીતિ અને ઉતરતી કક્ષા નું કામ કરી ને આવનાર પેઢીઓ માટે રૂપિયા ભેગા કરી લેવા. ભાજપ ના શાસન દરમિયાન માણસાઈ મરી પરવારી છે તેનો દાખલો આપું તો ગુજરાત મા ફરતી એસ ટી બસો મા કંડકટર તરીકે ઘણી મહિલાઓ નોકરી કરે છે આ મહિલાઓ નો ટુંકો પગાર હોય વતન થી દૂર પોતાના પતી સાથે રહેતી હોય અને પ્રેગ્નનસી ધરાવતી હોય છતાં પણ એસ ટી સત્તા વાળાઓ પોતાના ઓળખીતા માણસ ને પોતાની જગ્યાએ પાછા લાવવા માટે મહિલાઓ ની દૂર બદલી કરી દે છે આ બાબતે એસ ટી યુનિયન દ્વારા પણ લેખિત સ્વરૂપે સરકાર ને રજૂઆત કરી છે. અમદાવાદ શહેરમાં અને તેની આસપાસ મચ્છરો નો ત્રાસ હંમેશા માટે હોય છે અને મચ્છર તેમજ અશુદ્ધ પીવાના પાણી ના કારણે ગુજરાત ના મોટા શહેરો તેમજ અમદાવાદ શહેરમાં મેલેરિયા. ઝેરી મેલેરીયા.ડેન્ગ્યુ. ટાઇફોઇડ. કમળો કોલેરા ની બીમારી એક પછી એક વારા ફરતી ચાલુ જ હોય છે અને એક ની એક જ વાતો કે સરકારી તંત્ર દ્વારા મોલ મલ્ટી પ્લેક્સ સિનેમા શોપિંગ સેન્ટર અને નવા બનતા બિલ્ડિંગો પર હેલ્થ વિભાગ નું કડક ચેકીંગ અને આટલા રૂપિયા નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે નોટિસ ફટકારી છે પૂરતી દવાઓ ઉપલબ્ધ છે આ વાયરસ વધુ ના ફેલાય તેને માટે દિલ્હી કે મુંબઈ કે પુના થી સ્પેશિયલ ડોકટરો ની ટીમ ગુજરાત આવવા રવાના થઈ ગઈ છે. અને પરિણામ રૂપે કેટલાય લોકો કમોતે મરે છે પાછલા ૨૦ વર્ષો સુધી ના ગુજરાત ના સમાચાર પત્રો જુઓ વાંચો તો આ શબ્દો જ ફિક્સ હોય પણ ભાજપ ના જાડી ચામડી વાળા રાજનેતા ઓ ને જનતા ની કોઈ પણ પ્રકારની ફિકર ચિંતા નથી.

એક તરફ ગોકળ ગાયની જેમ મેટ્રો ટ્રેન માટે નું કામ અમદાવાદ શહેરમાં ચાલી રહ્યું છે અને પાછલા ૨૪ વર્ષ ના ભાજપ ના શાસન મા માત્ર ગુજરાત રાજ્ય જ એવું છે જ્યાં મેટ્રો ટ્રેન ચાલુ નથી થઈ લોકસભા ચૂંટણી ને ધ્યાન માં રાખી ને જનતા ના મત મેળવવા માટે માત્ર 6 કિલો મીટર નો જનતા માટે કોઈ પણ રીતે ઉપયોગી ના થાય તેવો રૂટ ચાલુ થયો છે અને પાછલા 3 મહિના મા માત્ર મેટ્રો મા સફર કરનાર લોકો આનંદ માનવા વાળા જ છે તેમાં પણ વખતો વખત મેટ્રો ખોટકાય છે. અને મેટ્રો ના પુલ ની નીચે પાછલા ૪/૫ વર્ષો થી પડેલા ખાડાઓ જેમ તેમ છે અને તેના કારણે દરરોજ હજારો સ્કૂટરો બાઈકો અને કારો ને કરોડો રૂપિયા નું નુક્સાન થાય છે ચેક વસ્ત્રાલ થી ખોખરા મેટ્રો રેલ નીચેનો તૂટેલો રોડ નિર્દોષ લોકો ના હાથ પગ તોડી રહ્યો છે જ્યારે બીજી તરફ ૨/૩ ઇંચ વરસાદ બાદ અમદાવાદ શહેર માં જ્યાં જુવો ત્યાં ગટરો ઉભરાતા રોગ ફાટી નીકળવા ની શક્યતા વધી ગઈ છે કેચ પીઠ મા જમાં થતાં કચરા નો પ્રશ્ન પણ ગંભીર છે. પાછલા ૨૦ વર્ષ થી ગટરો ની મુખ્ય લાઈનો ક્યાં જાય છે અને તેમાં રહેલો કચરો સાફ કરવા માટે તેના મેન હોલ ક્યાં છે તે કાગળો નકશાઓ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન ને મળતા નથી કારણ કે મધ્ય ઝોન મા અધિકારીઓ એ ભરપેટ રૂપિયા લઇને અન લિમિટ ગેર કાયદેસર બાંધકામ કરવા દીધા છે અને તેને કારણે નકશા.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: