
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહને તાજેતરની આઇસીસીની બેટિંગ અને બોલિંગ રેન્કિંગમાં ટોપ સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ટુર્નામેન્ટથી બહાર થઈ ગઈ હતી. રવિવારે લોર્ડસના મેદાન પર રમાયેલ રોમાંચક ફાઈનલ બાદ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યુઝીલેન્ડના ખેલાડીઓને નવી રેન્કિંગમાં ફાયદો થયો છે. આ રેન્કિંગમાં સેમીફાઈનલ અને ફાઈનલના પ્રદર્શનને સામેલ કરવામાં આવ્યું છે.
બેટ્સમેનોની રેન્કિંગ
બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ બે સ્થાન પર વિરાટ કોહલી અને રોહિત શર્મા છે. જયારે બોલરોમાં ટોપ ૧૦ માં જસપ્રીત બુમરાહ એક માત્ર ભારતીય છે. વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ રહેલા કેન વિલિયમ્સને સેમીફાઈનલ બાદ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ૭૯૯ રેટિંગ પ્રાપ્ત કરી છે. ફાઈનલ બાદ તેમ છતાં તેમના નામે ૭૯૬ પોઈન્ટ રહ્યા અને તે રોસ ટેલર બાદ છઠ્ઠા સ્થાન પર છે. ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ૬૯૪ પોઈન્ટ સાથે બેટ્સમેનોની યાદીમાં ૨૦ માં સ્થાન પર પહોંચી ગયા છે.
ટીમના ઓપનર બેટ્સમેન જેસન રોય સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ૬૫ બોલમાં ૮૫ રનના આધારે ટોપ ૧૦ માં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. બેટ્સમેનોની રેન્કિંગમાં રવીન્દ્ર જાડેજાએ ૨૪ સ્થાનનો સુધારો કર્યો છે. ન્યુઝીલેન્ડ સામે સેમીફાઈનલમાં ૭૭ રનની ઇનિંગથી તે ૧૦૮ માં સ્થાન પર આવી ગયા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવન સ્મિથ અને વિકેટકીપર એલેક્સ કૈરી ક્રમશ: ૨૯ મી અને ૩૨ માં સ્થાન પર છે.
બોલરોની રેન્કિંગ
બોલરોની રેન્કિંગમાં ઇંગ્લેન્ડના ક્રીસ વોક્સ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ૬૭૬ રેટિંગ પોઈન્ટ સાથે સાતમાં સ્થાન પર આવી ગયા છે. તેમની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ તેમ છતાં છ છે જ્યારે તે એપ્રિલ ૨૦૧૭ માં પહોંચ્યા હતા. ટુર્નામેન્ટમાં ૨૦ વિકેટ લેનાર જોફ્રા આર્ચર પ્રથમ વખત ટોપ ૩૦ માં પહોંચી ગયા છે. સેમીફાઈનલ અને ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરનાર ન્યુઝીલેન્ડના ઝડપી બોલર મેટ હેનરી અકે વખત ફરીથી ટોપ ૧૦ માં પહોંચી ગયા છે.
ઓલરાઉન્ડરોની રેન્કિંગ
બાંગ્લાદેશના શાકિબ અલ હસન ઓલરાઉન્ડર ખેલાડીઓની રેન્કિંગમાં કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ૩૧૯ પોઈન્ટ સાથે ટોપ પર રહેલા છે. ટીમ રેન્કિંગમાં ટોપ પર ઇંગ્લેન્ડે વર્લ્ડ કપમાં જીત બાદ ભારત પર પોતાની લીડ ત્રણ પોઈન્ટ કરી લીધી છે.