વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો આક્ષેપ, મારાભાઈના નામે પણ રેશનીંગ અનાજ લઇ જવાય છે.

July 16, 2019
 699
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો આક્ષેપ, મારાભાઈના નામે પણ રેશનીંગ અનાજ લઇ જવાય છે.

વિધાનસભામાં રેશનકાર્ડની દુકાનોમાં થતા કાળાબજારના મુદ્દે શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. કોંગ્રેસે કાળાબજારના મામલે ભાજપ સરકારને ધેરવા ભરપૂર પ્રયાસો કર્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય પુરવઠા વિભાગના કરતૂતોની પોલ ઉઘાડતા જણાવ્યું કે, કથાકર મોરારીબાપુ જ નહિ, ભાજપના સાંસદ દર્શન જરદોશના નામે ફિંગરપ્રિન્ટ કરી અનાજ લેવાય છે. એટલું જ નહિ, મારાભાઈ શરદ ધાનાણીના રેશનીંગ કાર્ડમાંથી બારોબાર ફિંગરપ્રિન્ટ કરી અનાજ- કેરોસીનનો જથ્થો લઇ લેવામાં આવે છે.

ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા બાયોમેટ્રિક રેશનકાર્ડ સને ૨૦૧૦ થી શરૂ કરવામાં આવેલ છે. જે મુજબ દરેક લાભાર્થી પોતાનો અંગુઠો લગાવીને મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુનો જથ્થો વ્યાજબી ભાવની દુકાનેથી મેળવે છે. એકાદ વર્ષ પહેલાં રાજ્યવ્યાપી ચાલતું પુરવઠા કૌભાંડ કેટલાક જાગૃત લોકો દ્વારા બહાર લાવવામાં આવેલ. આ કૌભાંડમાં કરોડો રૂપિયાનો રાશન અને કેરોસીન જથ્થો નામાંકિત વ્યક્તિઓના નામે સગેવગે લરી દેવામાં આવેલ છે. આ નામાંકિત વ્યક્તિઓ જેમા કથાકાર શ્રી. મોરારીબાપુ, ભકતરામબાપુ ગોંડલીયા-સાવરકુંડલા વગેરે તથા અમરેલી જિલ્લાના સુખીસંપ્પ્ન નેતાઓનો સમાવેશ થાય છે.

આ સમગ્ર બાબતેમે સરકારશ્રીનું લેખિતમાં ધ્યાન દોરલ. મારા ભાઈએ શરદ ધાણાનીના નામે પણ જથ્થો ઉપાડવામાં આવેલ અને બાબતે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ. રાજ્યમાં આનાજના માફિયાઓ દ્વારા આવું મસમોટું કૌભાંડ સરકારની રહેમનજર હેઠળ ચાલતું હોવા છતાં સરકાર દ્વારા આંખ મીચામણા કરવામાં આવે છે. આ બાબતે સરકારશ્રી ગંભીરતાથી લે અને ઊંડાણપૂર્વકની તપાસ કરી અનાજ માફિયાઓ સામે પી.બી.એસ દ્વારા હેઠળ કેસ કરવા શ્રી ધાનાણીએ સરકારને અનુરોધ કર્યો હતો.

Share: