બાબરી મસ્જીદ કેસની સુનવણીમાં વિલંબ, સીબીઆઈ જજે માંગ્યો હજુ છ માસનો સમય

July 16, 2019
 496
બાબરી મસ્જીદ કેસની  સુનવણીમાં વિલંબ, સીબીઆઈ જજે માંગ્યો હજુ છ માસનો સમય

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની સુનવણી કરી રહેલા સીબીઆઈના જજ એસ.કે.યાદવ ની સુનવણી પૂર્ણ કરવા માટે ૬ મહિનાનો વધારાનો સમય માંગ્યો છે. એસ.કે. યાદવ ૩૦ સપ્ટેમ્બરના રોજ નિવૃત થનારા હતા. જેની પર કોર્ટે કહ્યું કે તે ઈચ્છે છે એસ.કે.યાદવ જ આ સમગ્ર મામલે સુનવણી પૂરી કરીને ચુકાદો આપે. આ કેસની વધુ સુનવણી શુક્રવારના રોજ થશે.

સુપ્રિમ કોર્ટે યોગી સરકારને પૂછ્યું કે શું જજ એસ.કે. યાદવનો કાર્યકાળ વધારી શકાય તેમ છે. બાબરી મસ્જીદ વિધ્વંસ મામલે લખનઉની નીચલી અદાલતમાં ભાજપના સીનીયર નેતાઓ વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. આ કેસ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટીયાર જેવા નેતાઓ સામેલ છે.

૧૯ એપ્રિલ ૨૦૧૭ના રોજ સુપ્રિમ કોર્ટે ૧૯૯૨ મા બાબરી વિધ્વંશ કેસમાં સીબીઆઈએ તમામ ૧૪ આરોપીઓ વિરુદ્ધ ઇલાહાબાદ હાઈકોર્ટે અપરાધિક ષડયંત્ર રચવાની કલમો ફરીથી લાગુ કરી છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે આ નેતાઓ વિરુદ્ધ રાયબરેલી કોર્ટમાં ચાલી રહેલો કેસ લખનઉ કોર્ટમાં તબદીલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટેના આ આદેશ પર ઈલાહાબાદ હાઈકોર્ટે લખનઉમાં જે સીબીઆઈ કોર્ટની રચના કરી હતી તેના જજ એસ.કે.યાદવ છે.

Share: