આઈસીસીએ વર્લ્ડ કપ ૨૦૧૯ ની પોતાની ટીમની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

July 16, 2019
 548
આઈસીસીએ વર્લ્ડ કપ ૨૦૧૯ ની પોતાની ટીમની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

આઈસીસીએ વર્લ્ડ કપ ૨૦૧૯ ના સમાપ્ત થયા બાદ પોતાની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. સેમીફાઈનલમાં બહાર થનારી ટીમ ઇન્ડિયાથી માત્ર બે જ ખેલાડીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડને બીજી વખત વર્લ્ડ કપની ફાઈનલ પહોંચનાર કેન વિલિયમ્સનને આ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે જ્યારે ઓસ્ટ્રેલિયાના એલેક્સ કૈરીને વિકેટકીપરની જવાબદારી છોપવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના હીટમેન રોહિત શર્મા વર્લ્ડ કપ ૨૦૧૯ માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યા છે. તેમને એક વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.

તેના સિવાય જસપ્રીત બુમરાહે આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ માં ૧૮ વિકેટ લીધી છે. ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયને રોહિત શર્મા સાથે ઓપનિંગની જવાબદારી છોપવામાં આવી છે. જેસન રોયે ૧૧૫.૩૬ ની સ્ટ્રાઈક રેટથી ૪૪૩ રન બનાવ્યા અને ભારત અને ઓસ્ટ્રેલિયા સામે મહત્વપૂર્ણ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. કેન વિલિયમ્સનને ત્રીજા નંબરની જવાબદારી છોપવામાં આવી છે. કેન વિલિયમ્સનને ન્યુઝીલેન્ડની બેટિંગની મજબુત દીવાલ માનવામાં આવ્યા અને તેમને ટુર્નામેન્ટમાં ૫૭૮ રન અને શાનદાર કેપ્ટનશીપ માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટના ટાઈટલથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

ઇંગ્લેન્ડના પ્રમુખ બેટ્સમેન જો રુટ પણ આઈસીસીની ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. તેમને ટુર્નામેન્ટમાં ૫૫૬ રન બનાવ્યા છે. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને નંબર ૫ પર પસંદ કરવામાં આવ્યા છે. તે દુનિયાના એક માત્ર ઓલરાઉન્ડર છે, જેમને આઈસીસી વર્લ્ડ કપના એક એડીશનમાં ૬૦૦ થી વધુ રન અને ૧૦ થી વધુ વિકેટ લીધી છે. ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને વર્લ્ડ કપ ૨૦૧૯ ફાઈનલના હીરો બેન સ્ટોક્સને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયાના એલેક્સ કૈરીને વિકેટકીપિંગની જવાબદારી છોપવામાં આવી છે. એલેક્સ કૈરીએ ૯ ઇનિંગમાં ૩૭૫ રન બનાવ્યા છે. એલેક્સ કૈરીની સાથે મિચેલ સ્ટાર્કને પણ આઈસીસી ટીમમાં જગ્યા મળી છે. મિચેલ સ્ટાર્કે વર્લ્ડ કપ ૨૦૧૯ માં ૨૭ વિકેટ લીધી છે. તે વર્લ્ડ કપના એક એડિશનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા છે. તેના સિવાય જોફ્રા આર્ચર (ઇંગ્લેન્ડ) અને લોકી ફર્ગ્યુસન (ન્યુઝીલેન્ડ) ને પણ આઈસીસીની ઈલેવનમાં જગ્યા મળી છે. ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટને ૧૨ માં ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ ટુર્નામેન્ટની ટીમ આ પ્રકાર છે : રોહિત શર્મા, જેસન રોય, કેન વિલિયમ્સન (કેપ્ટન), જો રુટ, શાકિબ અલ હસન, બેન સ્ટોક્સ, એલેક્સ કૈરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, જોફ્રા આર્ચર, લોકી ફર્ગ્યુસન અને જસપ્રીત બુમરાહ

Share: