સમાજમાં ભાગલાં પાડનાર અલ્પેશ ઠાકોરને પ્રવેશ આપશો નહિ, ભાજપને વિનંતી કરાઈ.

July 16, 2019
 704
સમાજમાં ભાગલાં પાડનાર અલ્પેશ ઠાકોરને પ્રવેશ આપશો નહિ, ભાજપને વિનંતી કરાઈ.

જાતિવાદનું રાજકારણ ખેલી ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોરે પ્રાંતવાદ ના નામે ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડ્યું હતું. તે વખતે આખાય ભારતમાં ગુજરાતની છબી ખરડાઈ હતી. હવે આ જ ભાજપ અલ્પેશ ઠાકોર માટે કમલમમાં લાલજાજમ બિછાવી મંત્રીપદ આપવા તૈયાર છે. ત્યારે પરપ્રાંતિઓ નારાજ થયાં છે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં રોજી મેળવવા આવેલા બિલ્ડીંગ વ્યવસાયના કામદારો, શીપયાર્ડના મજૂરો, ઈંટ-ભઠ્ઠા, ઘરઘાટી, રંગરોગાન કરતા લોકોના સંગઠન ગુજરાત મજદૂર સંઘે ભાજપને વિનંતી કરી છે કે, અમને ગુજરાતે રોજી નહિ, પ્રેમ આપ્યો છે. હવે આ અલ્પેશ ઠાકોર જેવા વિધટનકારી તત્ત્વોને કોઈ પણ રાજકીય પક્ષોએ પ્રવેશ જ નહિ, હોદ્દા પણ આપવા જોઈએ નહિ.

Share: