... તો આ કારણે સર્જાઈ અમદાવાદમા કાંકરિયા લેઈક ફન્ટ ખાતે રાઈડ દુર્ઘટના

July 16, 2019
 745
... તો આ કારણે સર્જાઈ અમદાવાદમા કાંકરિયા લેઈક ફન્ટ ખાતે  રાઈડ દુર્ઘટના

અમદાવાદ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના પગલે રવિવારે સાંજે કાંકરિયા લેકફ્રન્ટમા બાલવાટિકામાં રાઈડ તૂટી પડતા બે લોકોનાં મોત થયા હતા અને ૨૬ વધુ લોકો ઘાયલ થયા છે. જો કે આ રાઈડ તૂટી પડવા પાછળનું કારણ સામે આવ્યું છે. જેમાં રાઈડ સંચાલકની ગંભીર બેદરકારીએ બે લોકોનો ભોગ લીધો છે. જેમાં આ પ્રકારની રાઈડ ચલાવવા માટે દર અઠવાડિયે રાઈડનું ટેકનીકલ ફીટનેશ સર્ટીફીકેટ લેવું જરૂરી છે.જયારે ૬ દિવસ પૂર્વે થયેલા ઇન્સ્પેકશનમા રાઈડ ક્ષતિગ્રસ્ત હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસ ફરિયાદ મુજબ રાઈડ સંચાલકે તેમ છતાં તેની મરામત કરાવીને ફીટનેશ સર્ટીફીકેટ લીધા બાદ તેને ચાલુ કરવાના સ્થાને રીપેરીંગ વિના જ ચાલુ રાખી હતી.આ ઉપરાંત આ સમગ્ર રાઈડ ઉપર ગયા બાદ પરત નીચે આપતા નટ બોલ્ટ તૂટી જતા લોકો સાથે નીચે પટકાઈ હતી. જે દર્શાવે છે આ રાઈડ ખામી યુક્ત હોવા છતાં નાણાની લાલચમા સંચાલકોએ ખામીયુક્ત રાઈડ ઓપરેટ કરી હતી. જેનાલીધે આ દુર્ઘટના સર્જાઈ હતી.જો કે આ પ્રકારની બેકાળજી સામે આવ્યા બાદ પોલીસે રાઈડ સંચાલક ઘનશ્યામ પટેલ, યશ પટેલ, રાઈડના મેનેજર, રાઈડના ઓપરેટર સહિત છ લોકો સામે ગુન્હો નોંધીને તેમની ધરપકડ કરી છે.રાઇડના ઇન્સ્પેકશ બાદ રીપોર્ટમા રાઈડના સ્ટ્રક્ચરમાં જોઇન્ટ્સ, વેલ્ડિંગ કનેક્શનનાં નટબોલ્ટ રિપ્લેસ કરવાનું ટાંકવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોટરનો અવાજ અને કનેક્શનમાં સર્વિસ કરવાની સૂચના આપવામાં આવી હતી. જ્યારે સેફ્ટિ લોકને પણ યોગ્ય રીતે ચેક કરવાની સૂચના આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર આપવા આવેલા કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોડી સાંજે કાંકરિયા તળાવમાં રાઇડ તૂટી પડવાને કારણે ૨ લોકોના મોત થયા હતા. રાઇડમાં ૨૫ કરતા પણ વઘુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.રવિવારનો દિવસ હોવાથી કાંકરિયા બાલવાટિકામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ત્યારે આચાનક બાલવાટિકામાં આવેલી ડિસ્કવરી રાઇડમાં ૩૧ જેટલા લોકો સવાર હતા. અચાનક ટેકનિકલ ખામી આવતા રાઇડ તૂટી પડતા તેમાં સવાર બે બાળકોના ઘટના સ્થળે મોત થયા હતા. જયારે ૬ જેટલા લોકોની હાલત ગંભીર છે. કાંકરિયા ખાતે રાઈડ તૂટી પડતા મહાનગરપાલિકા પદાધિકારીઓ મેયર અને પક્ષના નેતા સહિત અનેક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જયારે મ્યુનીસીપલ કમિશ્નર વિજય નહેરા પણ સ્થળ પર પહોંચ્યા હતા, તેમજ ઘટના ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા.આ ઉપરાંત રાજયના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ ઘાયલોની મુલાકાત માટે એલ. જી. હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમજ કહ્યું હતું આ ઘટના પોલીસ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ આમાં કોઈપણ ગુનેગારને છોડવામાં નહીં આવે. સરકાર આ પ્રકારની કોઈ બેદરકારી ચલાવી લેવા માંગતી નથી

Share: